હરિદ્વારની સૃષ્ટી ગૌસ્વામી હાલમાં ચર્ચાંમાં છે 24 જાન્યુઆરીએ તેમને એક દિવસ માટે મુખ્યમંત્રી બનાવાઈ છે. સૃષ્ટી ફિલ્મ નાયકની જેમ એક દિવસ માટે ઉત્તરાખંડની સીએમ બની છે. સૃષ્ટી આજે બાલ વિધાનસભામાં જુદા જુદા વિભાગના વિકાસ કાર્યોની સમીક્ષા કરશે.

24 જાન્યુઆરીએ બાલિકા સશક્તિકરણ દિવસ છે. બાળ સંરક્ષણ આયોગની અધ્યક્ષ ઉષા નેગીએ આ સંબંધિત પત્ર મુખ્ય સચિવ ઓમ પ્રકાશને લખ્યો હતો. જેમાં જણાવાયું હતું કે, એક દિવસ માટે પ્રતિભાશાળી વિદ્યાર્થિની સૃષ્ટિને ઉત્તરાખંડના સીએમનો કાર્યભાર સંભાળશે. 24 જાન્યુઆરીએ બાલિકા સશક્તિકરણ દિવસ છે અને તેઓ બાળવિધાનસભા સત્રમાં મુખ્ય મંત્રી તરીકે સરકારના અલગ કાર્અયોની સમીક્લષા કરશે. દર ત્રણ વર્ષે આ પ્રકારનો કાર્યક્રમ બાળ સંરક્ષણ આયોગ દ્વારા યોજાય છે.

ઉત્તરાખંડ બાળ સંરક્ષણ આયોગની અધ્યક્ષ ઉષાનેગીએ કહ્યું કે, સૃષ્ટીને મુખ્યમંત્રી બનાવવાનો ઉદેશ સ્ત્રી સશક્તિકરણને લઇને જાગરૂકતા ફેલાવવાનો છે. મીડિયા અહેવાલો અનુસાર,ઉત્તરાખંડના મુખ્ય મંત્રી ત્રિવેન્દસિંહ રાવતે પણ આપી દીધી છે.

જાણો સૃષ્ટી ગૌસ્વામી કોણ છે?

19 વર્ષીય સૃષ્ટી ગૌસ્વામી બીએસસી એગ્રિક્લ્ચરના સાતમા સેમિસ્ટરની વિદ્યાર્થિની છે. સૃષ્ટિ હરિદ્વારના દૌલતપુરની નિવાસી છે અને તે રૂડકીમાં બીએસએમ પીજી કોલેજની વિદ્યાર્થિની છે. બાળ વિધાનસભામાં દર ત્રણ વર્ષે બાળ મુખ્યમંત્રીની પસંગી કરાઇ છે. આ મામલે સૃષ્ટિ ગૌસ્વામીએ એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. સૃષ્ટીના પિતા પ્રવીણ પુરીની ગામમાં એક નાની દુકાન છે અને માતા સુધા આંગણવાડી કાર્યકર્તા છે. સુષ્ટી ગોસ્વામી આ પહેલા 2019માં ગર્લ્સ ઈન્ટરનેશનલ લીડરશિપ કાર્યક્રમમાં થાઈલેન્ડમાં ભારતની આગેવાની કરી ચુકી છે. તે બે વર્ષથી ‘આરંભ’ નામની યોજના ચલાવી રહી છે. તેમાં તે વિસ્તારના ગરીબ બાળકો ખાસ કરીને છોકરીઓને ભણવા માટે પ્રેરિત કરી રહી છે.