પ્રતિકાત્મક ફોટોગ્રાફ્સ

આવનાર ૩૦ જાન્યુઆરીએ અન્ના હજારે અનશન કરવાનું એલાન કર્યુ છે. ખેડૂતોના સમર્થનમાં અને કૃષિ કાયદાના વિરોધમાં સમાજસેવી અન્ના હજારે અનશન કરશે. અનશન માટે અન્ના હજારે ન તો ખેડૂતો સાથે સિંધૂ બોર્ડર પર હશે તે પોતાના ગામ રાલેગણ સિદ્ધિમાં જ તેઓ અનશન પર બેસશે.

અન્ના હજારે દિલ્લીના રામલીલા મેદાનમાં અનશન કરવા ઈચ્છતા હતા પરંતુ તેને માંગેલી અનુમતિના જવાબમાં કંઈ પણ કહેવામાં આવ્યું નથી. અન્ના હજારે જનલોકપાલ આંદોલન વખતે તેના પ્રમુખ ચેહરો હતા. ભ્રષ્ટાચાર વિરુધ્ધ અને સારા પ્રશાસન માટે અનશન કરતા રહ્યા છે. પરંતુ જન લોકપાલ આંદોલનને અન્નાને ધર-ધરમાં ઓળખ અપાવી હતી.

ખેડૂતો સાથે અન્ના હજારેનુ સમર્થન અને આમરણ અનશન સરકાર માટે નવી મુશીબતો ઉભી કરી શકે છે. ખેડૂતો સાથે વાતચીતમાં સરકાર કોઈ રસ્તો નીકાળી શક્યા નથી. કૃષિ કાયદાને સરકારે દોઢ વર્ષ સુધી રોકવાનો પ્રસ્તાવ કર્યો. પરંતુ ખેડૂત સંગઠનોએ સરકારના આ પ્રસ્તાવને માનવાથી મનાઈ કરી દેવામાં આવી હતી.