વાંસદા: લોકનેતા અને વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની ફોર વ્હીકલ વાંસદાના અંકલાછ ગામમાં આવેલા ચાર પાસે સાઈટ પરથી અચાનક નીકળી આવેલા બાઈક સવારને બચાવવામાં રોડની સાઈટમાં રહેલા ઝાડ સાથે અથડાઈ હોવાની જાણકારી મળી છે.

વાંસદા ધરમપુર 56 હાઈવે પર આવેલા અંકલાછ ગામમાં આવેલા ચાર રસ્તા પર સાઈટ પરથી અચાનક નીકળી આવેલા બાઈક સવારને બચાવવામાં લોકનેતા અનંત પટેલની ફોર વ્હીકલની અકસ્માતની ઘટના બનવા પામી છે. અંકલાછ ગામના જ અનિલ ગાંવિત પરથી મળેલી તાજા જાણકારી મળી ત્યાં સુધી અનંત પટેલ અને ડ્રાઇવરનો ચમત્કારિક બચાવ થયો છે. ઝાડ સાથે અથડાયેલી ગાડીને નુકશાન થયું છે પણ અનંત પટેલ એક ખરોચ પણ થઇ નથી. બાઈક સવાર ધરમપુર નડગધરી ગામનો હોવાનું જાણવા મળ્યું છે.

લોકનેતાનું ગાડીનું અકસ્માત થતાં ગામના લોકો તાત્કાલિક ઘટના સ્થળ પર પોહચી ગયા અને તેમની ખબર- અંતર પૂછયા હતા. અકસ્માત બાદ Decision News સાથે વાત કરતાં અનંત પટેલે જણાવ્યું કે લોકોના આશીર્વાદ મારી સાથે છે મને કશું થયું નથી. આ તો અચાનક નીકળી આવેલા બાઈક સવારને બચાવવામાં ગાડી ઝાડ સાથે અથડાઈ ગઈ હતી.