વાંસદા: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે પ્રથમ તબક્કાનું મતદાન સમાપ્ત થયું છે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થશે ત્યારે ગુજરાત કોંગ્રેસે મોટો દાવો કર્યો છે. ગુજરાત કોંગ્રેસે કહ્યુ કે રાજ્યમાં કોંગ્રેસની સરકાર બની તો OBC ઠાકોર સમાજમાંથી મુખ્યમંત્રી બનાવાશે જ્યારે SC,ST અને અલ્પસંખ્યક સમુદાયમાંથી 3 નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવશે.

Decision Newsને મળેલી માહિતી મુજબ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે અને ગુજરાતના પ્રભારી અશોક ગહેલોતની બેઠક મળી હતી જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. કે કોંગ્રેસની સરકાર બની તો OBC ઠાકોર સમાજમાંથી મુખ્યમંત્રી બનાવાશે જ્યારે SC,ST અને અલ્પસંખ્યક સમુદાયમાંથી 3 નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવશે. જો આમ થાય તો આદિવાસી વિસ્તારોમાં આદિવાસી સમાજનો કોંગ્રેસમાં અનંત પટેલ સિવાય બીજો કોઈ નેતા નથી જે આદિવાસી લોકોના દિલો પર રાજ કરતો હોય..

જો કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે અને ગુજરાતના પ્રભારી અશોક ગહેલોતની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ આવનારા સમયમાં કોંગ્રેસમાં સરકારની રચના થાય તો આદિવાસી સમાજના લોકનેતા અનંત પટેલ નાયબ મુખ્યમંત્રી પાક્કા છે જેને લઈને હાલમાં આદિવાસી સમાજના યુવાનોમાં ખાસ્સો ઉત્સાહ અને ખુશી જોવા મળી રહી છે.

BY ગુજરાત એક્સકલૂઝિવના અહેવાલ અનુસાર અનુમાન