બારડોલી: આદિવાસી વિસ્તારોમાં હાલમાં ફાંસો ખાધેલી હાલતમાં લાશો મળવાનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે તેમાં વધુ એક ઉમેરો થતો હોય તેમ ગતરોજ બારડોલીના મોરી ગામની ગૌચરમાં બાવળના ઝાડ સાથે યુવતીની ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળ્યાની કિસ્સો સામે આવ્યો છે.

Decision News ને પ્રાપ્ત થયેલી વિગતો મુજબ માંડવીના પુના ગામે રહેતી ઉર્વશી નવીનભાઈ ચૌધરી ગતરોજ યોજાયેલી જુનિયર કલાર્કની પરીક્ષા આપવા માટે સુરત જવા નીકળવાની હતી તેથી તેનો ભાઈ તેને માંડવી બસ સ્ટોપ પર મૂકી ગયો હતો. ત્યાર બાદ 6 વાગ્યાની આસપાસ ઉર્વશીની લાશ બારડોલીના મોરી ગામના ગૌચરમાં બાવળના ઝાડ પર ઓઢણી વડે ફાંસો ખાધેલી હાલતમાં મળી.

ઉર્વશીની લાશ શંકાસ્પદ હાલતમાં મળી હોવાના કારણે વિવિધ પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. ઉર્વશીનો ફોન ફ્લાઇટ મોડ પર હતોફ અને તેના પર 80 થી 85 મિસ્કોલ આવ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. પોલીસે હાલમાં લાશનું પીએમની કાર્યવાહી કરી દીધી છે પણ ઉર્વશીએ આત્મહત્યા કરી ? કે તેની હત્યા થઇ છે ? તેનો ભેદ હજુ ઉકેલાયો નથી આવનારા સમયમાં સત્ય બહાર આવશે એવું સ્થાનિક લોકોનું માનવું છે.