વેલેન્ટાઇન વીક: ફેબ્રુઆરી મહિનાની આખું વિશ્વ આતુરતાથી વાટ જોતા હોય, પોતાના અંગત મિત્ર કે, પોતાના દિલના નજીક રહેતા લોકોને પોતાની વાત કહેવા માટે ફેબ્રુઆરી મહિનાની વાટ જોતા હોય, વેલેન્ટાઇન ડે 14 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે. આ ઉજવણીની શરૂઆત એક અઠવાડિયા પહેલા એટલે કે, 7 ફેબ્રુઆરીના રોજ રોઝ ડે થી શરૂઆત થઈ જતી હોય છે.

7 ફેબ્રુઆરી – રોઝ ડે (Rose Day 2023)

રોઝ ડે તમારા પ્રેમને વ્યક્ત કરવા માટે ખૂબ જ સારો દિવસ માનવામાં આવે છે. રોઝ ડે પર લોકો સામેની વ્યક્તિને ગુલાબ આપીને પોતાની લાગણી વ્યક્ત કરે છે. આ દિવસે ગુલાબનો રંગ પણ ખૂબ મહત્વ ધરાવે છે. લાલ ગુલાબ એટલે પ્રેમ, પીળો એટલે મિત્રતા, ગુલાબી રંગ કદરનું પ્રતીક દર્શાવતું હોય છે.

8 ફેબ્રુઆરી – પ્રપોઝ ડે (Chocolate Day 2023)

રોઝ ડે બાદ 8મી ફેબ્રુઆરીએ પ્રપોઝ ડે આવે છે. આ દિવસે લોકો તેમના જીવનસાથી અથવા ક્રશ પ્રત્યે તેમનો પ્રેમ વ્યક્ત કરે છે. ઘણા લોકો પોતાના પાર્ટનરને લગ્ન માટે પ્રપોઝ પણ કરતા હોય છે.

9 ફેબ્રુઆરી – ચોકલેટ ડે (Propose Day 2023)

ચોકલેટ ડે 9 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવતો હોય છે, જેમાં લોકો તેમના સંબંધોના મતભેદો અને નારાજગીને ભૂલી જાય છે. આ ખાસ દિવસે ચોકલેટ ભેટમાં આપીને આ દિવસને ખાસ બનાવતા હોય છે.

10 ફેબ્રુઆરી – ટેડી ડે (Teddy Day 2023)

વેલેન્ટાઈન વીકના ચોથા દિવસે ટેડી ડે ઉજવવામાં આવે છે. આ દિવસે તમારા પાર્ટનરને તણાવમુક્ત બનાવવા માટે, તેમને સોફ્ટ ટોય અથવા ટેડી બિયર ભેટ તરીકે આપવામાં આવે છે. આ પ્રકારની ગીફ્ટ કોઈ ખાસ માટે પ્રેમ વ્યક્ત કરે છે.

11 ફેબ્રુઆરી – પ્રોમિસ ડે (Promise Day 2023)

પ્રોમિસ ડે ના દિવસે પ્રેમીઓ આ દિવસે એકબીજાને વચન આપે છે કે, તેઓ એકબીજાને ક્યારેય નહીં છોડે અને દરેક સુખ દુઃખમાં સાથે રહીશું. આનાથી તેમના સંબંધો મજબૂત બને છે, તેમને એકબીજાનો સાથ મળે છે. આ દિવસે એકબીજાના પાર્ટનરને કહો કે, તમે આ સંબંધને જાળવી રાખવા માટે બધું કરવા તૈયાર છો.

12 ફેબ્રુઆરી – હગ ડે (Hug Day 2023)

હગ ડે વેલેન્ટાઈન સપ્તાહના છઠ્ઠા દિવસે ઉજવવામાં આવે છે. 12 ફેબ્રુઆરીના રોજ લોકો તેમના નજીકના લોકોને ગળે લગાવીને ખાતરીઆપે છે કે, તેઓ એકલા નથી. કોઈ પણ સમસ્યામાં તેમનો સાથ મળતોજ રહેવાનો છે.

13 ફેબ્રુઆરી – કિસ ડે (Kiss Day 2023)
કિસ ડે વેલેન્ટાઈન ડેના એક દિવસ પહેલા એટલે કે, 13 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે. જે લોકો પ્રેમમાં હોય છે તેઓ તેમના સંબંધને ચુંબન દ્વારા મુદ્રિત કરે છે. આ દિવસે તમે તમારા પાર્ટનરને કહી શકો છો કે, તમે તેમને કેટલો પ્રેમ કરો છો.

14 ફેબ્રુઆરી – વેલેન્ટાઇન ડે (Valentine’s Day 2023)

14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન ડે તરીકે સમગ્ર વિશ્વમાં વેલેન્ટાઇન ડે ઉજવવામાં આવે છે. આ ખાસ દિવસે પ્રેમીઓ ડેટ પર જાય છે, એકબીજાને ગિફ્ટ આપે છે, અને એકબીજા સાથે સમય વિતાવે છે.