મોંઘવારીએ માજા મૂકી છે ત્યારે હવે એપ્રિલ મહિનાથી એવી વસ્તુ મોંઘી થવા જઈ રહી છે જેની આપણા સ્વાસ્થ્ય પર સીધી અસર થશે. હું વાત કરી રહ્યો છું દવાઓની.. સરકારે શિડ્યુલ દવાઓના ભાવ વધારાને લીલી ઝંડી આપી દીધી છે. 800 થી વધુ જરૂરી દવાઓના ભાવમાં વધારો થવા થશે.

NPPA અનુસાર, કિંમતોમાં વધારો જથ્થાબંધ મોંઘવારી દર (WPI)ના આધારે કરવામાં આવ્યો છે. ફાર્મા ઉદ્યોગ રોગચાળા પછી ખર્ચમાં વધારો થયા પછી દવાઓના ભાવમાં સતત વધારો કરવાની માંગ કરી રહ્યો હતો. કિંમતો વધારવાના આ નિર્ણયની અસર પેઈન કિલરથી લઈને એન્ટીબાયોટીક્સ સુધીની દરેક વસ્તુ પર પડશે.

NPPA એટલે કે નેશનલ ફાર્મા પ્રાઇસિંગ ઓથોરિટીએ સુનિશ્ચિત દવાઓના ભાવમાં મહત્તમ 10.7 ટકાના વધારાને મંજૂરી આપી છે. આ સૂચિમાં પેરાસિટામોલ, ચેપની સારવાર માટે જરૂરી એઝિથ્રોમાસીન, વિટામિન વગેરેનો સમાવેશ કરવામાં આવશે.