ડાંગ: રાજ્ય સરકાર દરેક ગ્રામ્ય વિસ્તારમાં પાણી મળી રહે તે માટે વાસ્મો યોજના લાવવામાં આવી હતી ત્યારે ડાંગના વઘઈ તાલુકાના મોટી દાબદર ગામે વાસ્મો યોજના દ્રારા દરેક ઘરે નળમાં પાણી મળી રહે તેવું આયોજન તો થયું પણ નળ માંથી હજુ પાણીનું ટીપું પણ ગ્રામજનોના મોં માં ગયું નથી.

Decision Newsએ લીધેલી મુલાકાત દરમિયાન એ પણ જોવા મળ્યું કે વાસ્મો યોજનાના નળ તો નંખાયા છે પણ એક નળમાં પાણી આવતું નથી. ગામમાં બે કુવા અને ત્રણ-ચાર બોર પણ છે તેમ છતાં પણ તેમાં પાણી ન હોવાના કારણે લોકો પીવાના પાણી માટે વલખાં મારી રહ્યા છે. ત્યારે ડાંગ અને વઘઈનું વહીવટીતંત્ર અને રાજકીય નેતાઓની જે ડાંગના વિકાસના બંગાણા ફૂકતા થાકતા નથી. આ ગ્રામજનોની તરસ પણ છીપાવી શકતા નથી એવા તંત્ર અને નેતાઓ શું કામના ? તથા આ સરકાર જે વાસ્મો યોજના પાછળ જે કરોડો રૂપિયા ખર્ચે છે આ યોજના શું કામની ? જો આ યોજના પીવાના પાણીની લોકોની તરસ ન છીપાવી શકાતી હોય તો આ યોજના બંધ કરી રૂપિયાનો વેડફાટ રોકવો જોઈએ.

વઘઈના મોટી દાબદર ગામમાં વાસ્મો યોજનાનું અમલીકરણ કરવામાં આવ્યું હતું પરંતુ આ યોજના શોભાના ગાંઠીયા સમાન સાબિત થઇ છે હાલમાં આ યોજના લાભ કોઈપણ ગ્રામજનોને મળતો નથી. ગ્રામજનોની માંગણી કુવાની અને ભૂગર્ભ ટાંકા બનાવવામાં આવે જેના કારણે ગામમાં પાણી મળી રહેશે. એવું જાણવા મળ્યું છે કે મોટી દાબદર ગામમાં વાસ્મો યોજનાના બનેલા પીવાના પાણીના કૂવાનો લાભ ગામનો એક વ્યક્તિ લઇ રહ્યો છે પણ એનું નામ સરપંચ કે ગ્રામજનો બોલવા સુધ્ધા તૈયાર નથી ત્યારે તંત્ર અને રાજકીય નેતાઓની જવાબદારી બને છે કે આ નામદાર વ્યક્તિના લોકોમાં બેસેલો ભય દુર કરે અને એ કુવામાંથી પીવાના પાણીનો સૌ ગ્રામજનોને લાભ અપાવે. આ બાબતે તંત્ર ક્યારે પગલા લેશે એ જોવું રહ્યું.