નર્મદા: ગતરોજ ગાંધીનગરમાં થયેલા આદિવાસીના આંદોલનોને પોતાનું રાજકીય ફાયદા માટે હડપી લેવાની કોશિશને વર્ષોથી ઉમરગામથી અંબાજી સુધી આદિવાસીના પ્રશ્ન માટે લડતા આવેલા અને આદિવાસીના મસીહા એવા છોટુભાઈ વસાવા આ કાર્યક્રમની જ ટીકા કરી કોંગ્રેસ ને અડે હાથ લીધી હતી.

છોટુભાઈ વસાવાએ કહ્યું છે કે પાર-તાપી લિંક પ્રોજેકટની મંજૂરી 2010માં કોંગ્રેસના પી.એમ મનમોહન સિંહ અને મોદી હતા ત્યારે આ લોકોએ સહમતી આપી આજે કોંગ્રેસ રાજકીય મુદ્દો બનાવી વિરોધ કરવા નીકળ્યા છે. એમ કહી છોટુ વસાવા એ કરી આકરી ટીકાએ જણાવ્યું હતું કે આજે જે કોંગ્રેસ દ્વારા ગાંધીનગર માં આદિવાસી પર રાજનીતિ કરવા માટે કોંગ્રેસે કાર્ય કર્યું છે એ માત્ર ચૂંટણી લક્ષી છે જે કોંગ્રેસ પ્રેરિત સત્યાગ્રહ કાર્યક્રમનો છોટુભાઈ વસાવાએ વિરોધ કરે છે.

ચૂંટણીમાં મતો મેળવવાનો કોંગ્રેસ નો કારસો છે. કોંગ્રેસ બીજા પ્રોજેક્ટોમા વિરોધ નથી કરતા અને હવે ચૂંટણી આવી એટલે વિરોધ દેખાયો છે.