દિવ્યભાસ્કર ફોટોગ્રાફ્સ

ભરૂચ: ભરૂચના ટંકારીયા એમ.એ.એમ હાઇસ્કુલમાં વાર્ષિક ખેલ મહોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. જેમાં કાર્યક્રમના સંચાલન કરનાર આચર્ય મહેતાબ ખાન પથનું ખુબ યોગદાન આપ્યું હતું. આ કાર્યક્રમમાં ભરૂચના આગેવાનોએ હાજરી પણ આપી હતી.

Decision Newsને મળતી માહિતી મુજબ આજરોજ ભરૂચના ટંકારીયાના એમ.એ.એમ. હાઇસ્કુલમાં વાર્ષિક ખેલ મહોત્સવ ધામધુમથી ઉજવાયો હતો. આ ખેલ મહોત્સવ કાર્યક્રમની વિદ્યાર્થીઓ ખુબ આતુરથી રાહ જોઈ રહ્યા હતા. અહી મુખત્વે અતિથિ તરીકે જનશિક્ષણ સંસ્થાનના ઝૈનુદિન સૈયદ દ્વારા ધ્વજારોહણ, મશાલ ફેરવી તેમજ સૈયદ સોકત અલી બાપુ દ્વારા રીબીન કાપી સ્પોર્ટ્સ ડે ને ખુલ્લો મુકાયો હતો. સ્કૂલના બાળકોએ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો. શાળાનો સ્ટાફ, વાલીઓ અને મહાનુભવોની ઉપસ્થિતિમાં સ્પોર્ટ્સ ડે સારી રીતે સંપન્ન થઇ હતી.

મહાનુભવોના હસ્તે દરેક રમતમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને પુરસ્કાર આપવામાં આવેલું તેમજ પ્રમાણપત્રનું વિતરણ પણ કરાયું હતું.આ કાર્યક્રમનું સંચાલન આચાર્ય મહેતાબ ખાન પઠાને કર્યું હતું. કાર્યક્રમમાં સૈયદ તલકીમ, સૈયદ મહંમદ અલી, સૈયદ ઈમ્તિયાઝ, અબ્દુલ કામઠી સહિતના આગેવાનોએ હાજરી આપી હતી.