નર્મદા: લોકસભાની સામાન્ય ચૂંટણી જાહેર થતા દેશમાં રાજકીય માહોલ જામી રહ્યો છે. ત્રીજા તબક્કાના મતદાન ગણતરીના દિવસ બાકી રહ્યા છે, અને 7 મી મે ના રોજ યોજાનાર છે, જેને લઇને નેતાઓ પોતાના પ્રચારથી પ્રજાને રીઝવતા હોઈ છે ત્યારે, નેતાઓ મતદારો સમક્ષ કામનો હિસાબ અને વિઝન આપવાને બદલે ગાળાગાળી, ક્યાંક ધાક ધમકીઓ પણ આપી મતદાન કરવા કહેતા હોઈ છે. ત્યારે નર્મદા જિલ્લના દેડિયાપાડા તાલુકાના સામારપાડા ગામ ખાતે તાલુકા પ્રમુખ સંજયભાઈ, ભાજપ જિલ્લા સભ્યનાં પતિ પ્રતાપભાઈ વસાવાએ દારૂના નશામાં એક પ્રતિષ્ઠિત વ્યક્તિના ઘર આંગણે આવી અપશબ્દો બોલી મારમારતા ગામના લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

ગુજરાતમાં સૌથી ચર્ચિત લોકસભા જ્યાં 6 ટર્મથી સાંસદ મનસુખ વસાવા અને દેડિયાપાડાના યુવા અને લોક મુખપર નામના ધરાવતા ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે જંગ છે ત્યારે આ વિસ્તારમા પ્રતિષ્ઠાની જંગ જીતવા માટે હવે મતદારો સાથે મુદ્દાઓ, સમસ્યાનું સમાધાન લાવવાને બદલે લોકોને ધાકધમકીથી મતદાન કરવા માટે આગેવાનો પર હુમલાઓ કરી રહ્યા છે.

જેમાં ગ્રામજનોનું કહેવું છે કે, પોલીસની પણ મીલીભગત જોવા મળી રહી છે, એક પ્રતિષ્ઠિત વ્યક્તિને અપશબ્દ બોલી લાફો મારી ધમકીઓ આપી હતી, જેમને બીપી હાઈ થઈ જતાં યાહમોગી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટના અંગે પોલીસને ફોન કરવા છતાં સમયસર ઘટના સ્થળ પર હાજર થઈ નથી, અમને લાગે છે આ નેતાઓ ભાજપાના હોદ્દેદારો હોવાથી પોલીસ પણ આવવામાં વિલંબ કર્યો હતો.

આ ઘટનાની જાણ થતા ભાજપ જિલ્લા સભ્યના પતિના સમર્થનમાં અથવા બચાવ માટે નર્મદા જિલ્લા ભાજપનાં નેતાઓ પણ દોડતા થયા હતા, ત્યારે સવાલ થાય છે. પોતાની પાર્ટીને શિષ્ટબંધ ગણાવતા અને પક્ષને લાંછન લાગે એવી પ્રવૃત્તિ કરતા નેતાઓ સામે કડક કાયૅવાહી કરવાના દાવા માત્ર સૂત્ર અથવા કહેવા પૂરતું જ હોઈ એવી ઘટના દેડિયાપાડાનામાં જિલ્લા સભ્યનાં પતિ પીધેલી હાલતમાં લોકોને ધમકાવી અને મારમાર્યો ત્યારે ભાજપ જિલ્લા સભ્યનાં પતિ ક્યાં હોદ્દાના રૂએ લોકોને ધમકાવે છે એપણ એક સવાલ છે. આ સાથે પક્ષના નેતાઓને ઠપકો આપવાને બદલે બચાવવાના પ્રયત્નો કરી રહ્યાં છે, જેથી આવા નેતાઓ સામાન્ય લોકોને ધાક ધમકી અને માર મારે તો પણ ઘટના બાહર ન આવે જેથી પોલીસે પણ નિષ્પક્ષ રીતે શાંતિ, સુરક્ષા અને સલામતીના સૂત્રો સાર્થક કરી આવા પત્નીના હોદ્દાનો દુરુપયોગ કરી લુખ્ખાગીરી કરતા લૂખા તત્વો સામે કાર્યવાહી કરી લોકો સમક્ષ ઉદાહરણ પૂરું પાડે એવી લોક માંગ ઉઠી છે.