ધરમપુર: ગઈકાલે પ્રથમ તબક્કાનું મોટાભાગનું મતદાન શાંતિપૂર્ણ રીતે સમાપન થયું છે.પણ અમુક જગ્યા પર કેટલીક સમસ્યાઓ પણ સામે આવી છે. જેમાં ધરમપુરના કાકડકુવા ગામે મતદાન બાદ વિવાદ થયાની ઘટના સામે આવતા વાતાવરણ તંગ બન્યાનો અહેવાલ મળ્યા હતા.

Decision Newsને મળેલી માહિતી મુજબ ધરમપુરના કાકડકુવા ગામે મતદાન બાદ બબાલ થઈ હતી. મતદાન પૂર્ણ થયા પછી EVM બસમાં રવાના કરાયા હતા. પછી બસમાંથી EVM મશીનો પાછા ઉતારી સ્કૂલમાં લાવવામાં આવ્યા હતા જેને લઈને વિવિધ આક્ષેપ સાથે બબાલ થવા પામી હતી.

આ મુદ્દાને કલેકટરે ખુલાસો કરતાં કહ્યું કે.. વલસાડમાં કકડકુવા ગામના EVMમાં કોઈ છેડછાડ થઈ નથી. EVM મશીન સીલ કરવાનું રહી ગયું હતું. એટલે સીલ કરવા મશીનો પાછા ઉતારી સીલ કરવામાં આવી રહ્યા હતા. કોઈ છેડછાડ થઈ નથી.