મણીપુર: હિંસાગ્રસ્ત મણિપુરમાં બુધવારના રોજ કર્ફ્યું લગાવી દેવામાં આવ્યું છે આ વખતે હિંસા ભડકવા પાછળનું એક કારણ વાયરલ થયો એક વિડીયો છે જેમાં બે કુકી આદિવાસી સમુદાયની મહિલાઓને નગ્ન કરી ફરવવામાં આવી હતી જે અત્યાર સુધીની સૌથી શર્મનાક તસ્વીર છે.
મણીપુરના ઈન્ડીજીનિયસ ટ્રાઇબલલીડર ફોરમનું કહેવું છે કે આ બે આદિવાસી મહિલામાંથી એક મહિલાને ગૈગરેપ પણ કરવામાં આવ્યો હતો. ફોરમએ આ બાબતને લઈને દોષિતો વિરુદ્ધ કાર્યવાહી કરવા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને અપીલ કરી છે. ત્યારે અત્યાર સુધી આ મામલામાં હજુ સુધી સ્થાનીય પ્રસાશન અને પોલીસ હજુ મૌન છે.
આ ઘટનાને લઈને ગુજરાતના આદિવાસી સમાજમાં પણ ઊડો પ્રત્યાઘાત પડ્યો છે ત્યારે પ્રફુલ વસાવા જણાવે છે કે કેટલું ભયંકર હશે એક આખું ટોળું બે આદિવાસી મહિલાઓ પર બળાત્કાર કરે, પછી એ ટોળું બન્ને મહિલાઓને નગ્ન કરી દોડાવી દોડાવી એના શરીર ના અંગોમાં ખુલ્લેઆમ હાથ નાખી એનો વિડિઓ લાઈવ કરે. ભાજપ ના તમામ ધારાસભ્ય- સાંસદ થોડી પણ શરમ બાકી હોય તો રાજીનામાં આપો કેમકે આ જે કંઈ થઈ રહ્યું છે એ ભાજપ શાસિત રાજય મણિપુરમાં થઈ રહ્યું છે.