ઓડિશા: ગતરોજ ઓડિશા બાલાસોરમાં કોરોમંડલ એક્સપ્રેસ દુર્ઘટનાનો શિકાર બની છે. બહાનાગા સ્ટેશન પાસે કોરોમંડલ એક્સપ્રેસ અને માલગાડી વચ્ચે અકસ્માત થયો છે. ટક્કર એટલી જોરદાર હતી કે કોરોમંડલ એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઇ હતી. ટ્રેનના ઘણા ડબ્બા માલગાડી પર ચડી ગયા હતા.

જુઓ અકસ્માતના દ્રશ્યો

તાજા મળેલી જાણકારી પ્રમાણે 233 લોકોના મૃત્યુ થઈ ગયા છે અને આ આંકડો કલાકે કલાકે વધી રહ્યો છે. ઘાયલ વ્યક્તિઓનો કોઈ ચોક્કસ આંકડો પ્રાપ્ત થયો નથી. ઘટનાસ્થળે સ્થાનિક લોકો ટ્રેનના મુસાફરોનું રેસ્ક્યૂ કરી રહ્યા છે. મુસાફરોના રેસ્ક્યૂ માટે પ્રશાસન દ્વારા અનેક ટીમો પણ રવાના કરવામાં આવી છે. જે તસવીરો સામે આવી રહી છે તેમાં ટ્રેનનો એક આખો ડબ્બો ઉંધો જોવા મળી રહ્યો છે.

Decision News ને પ્રાપ્ત બનેલી માહિતી મુજબ SMVB-હાવડા એક્સપ્રેસ (12864), કોરોમંડલ એક્સપ્રેસ અને ગુડ્સ ટ્રેન અને હાવડા એક્સપ્રેસ માલગાડીની ટક્કર થઈ હતી. હાલ ઓરિસ્સા સરકારે ઇમરજન્સી સંપર્ક નંબર 06782-262286 જાહેર કર્યો છે. આસપાસના જિલ્લાઓમાંથી ફાયર સર્વિસની વધારાની ટીમો, ડોકટરો અને એમ્બ્યુલન્સને પણ મોકલવામાં આવી રહી છે.