કોટા: કોચિંગ હબ ગણાતા કોટામાં વિધાર્થીઓની આત્મહત્યાનો મામલો હજુ અટક્યો નથી. JEEની તૈયારી કરી રહેલા વધુ એક વિધાર્થીએ ‘પાપા, મેરે સે JEE નહી હો પાયેગા, સોરી, આઇ ક્વિટ‘: એમ લખી આત્મહત્યા કરી લીધી હોવાનું બહાર આવ્યું છે.

Decision News એ મેળવેલી માહિતી મુજબ બિહારના કોટામાં વિદ્યાર્થીએ આત્મહત્યા કરતા પહેલાં પિતાને લખેલી સુસાઇડ નોટમાં તેણે લખ્યું છે કે ‘હું જેઇઇ પાસ કરી શકવાનો નથી. સોરી, હું જઉં છું !’ જાન્યુઆરીથી કોટામાં વિધાર્થીની આત્મહત્યાની આ પાંચમી ઘટના છે. 16 વર્ષના વિધાર્થી અભિષેક મંડલે એ એક હોસ્ટેલમાં કથિતરીતે ઝેર પીને આત્મહત્યા કરી છે.

બિહાર રાજયના ભાંગલપુરનો રહેવાસી આ વિધાર્થીનો મૃતદેહ એક પીજીમાં શુક્રવારે સવારે મળી આવ્યો હતો. એવી આશંકા છે કે તે ગુરૂવારે રાત્રે મૃત પામ્યો હશે. પોલીસની ટીમને તેના પિતાને સંબોધીને લખાયેલી એક સુસાઇડ નોટ મળી હતી.