ઝારખંડ: ભ્રષ્ટાચાર કર્યો હોઈ તો તપાસ કરી કાર્યવાહી કરવી જોઈ જે થઈ રહી છે પરંતુ એક આદિવાસી મુખ્યમંત્રી પર આવા અપશબ્દો બોલવા એ કેટલા યોગ્ય.?? એ પ્રશ્ન વિચાર માંગી લે તેવો છે આપણે જાણીએ છીએ કે એક દિવસ પહેલાં આજતકના સુધીર ચૌધરી નામના એક એન્કરે પોતાના કાર્યક્રમમાં ઝારખંડના તાત્કાલળ મુખ્ય મંત્રી હેમંત સોરેનને આદિવાસી હોવનક કારણે અપશબ્દો કહ્યા હતા.

વર્તમાન સમયમાં આદિવાસી સમાજના અને બુદ્ધિજીવી લોકો સવાલ ઉઠાવી રહ્યાં છે કે શું આદિવાસી સમાજના નેતાઓ સારી ગાડી, કપડા, પ્રવેટ જેટમાં બેસી સફર ન કરી શકે..?
ક્યાં સુધી આદિવાસી સમાજ ને જંગલ રહેતા એન્ડ અર્ધનગ્ન ફરતા હતા એવા શબ્દો થી અપમાનિત કરવામાં આવશે ? આ એક મુખ્ય મંત્રીની નહિ સમગ્ર દેશ અને દુનિયાના આદિવાસીઓનું અપમાં કર્યું છે.

આ ઘટનાને લઇને દેશભર માંથી આદિવાસી સમાજ આજતક ટીવી એંકર સુધીર ચૌધરી સામે રોષ વ્યક્ત કરી અને કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. ત્યારે હાલમાં સુધીર ચૌધરી વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ FIR નોંધાઈ છે. સુધીર ચૌધરી તિહાડ રિટર્ન છે તેઓ એક વખત જેલની સજા ભોગવી ચુક્યા છે અને હવે આ બીજી વખત પણ જેલમાં જાય તો નવાઈ નહિ.