સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થતાની સાથે આચારસંહિતા અમલમાં આવી ચૂકી છે પરંતુ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ક્યાંય પણ આચારસંહિતા લાગી ન હોય એવું જણાઈ આવે છે. હાલમાં કપરાડા તાલુકાના કેટલાક જાહેર સ્થળોએ આજે પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓના બેનરો લાગેલા જોવા મળી રહ્યા છે મહત્વનું છે કે ચૂંટણી પ્રક્રિયાની જાહેરાત થતાની સાથે જ્યાં એક તરફ આચારસંહિતા અમલમાં આવે છે ત્યારે આ તમામ પ્રકારના બેનરો ઉતારી લેવાના હોય છે, પરંતુ કપરાડા તાલુકાના નાનાપોંઢા ચાર રસ્તા ઉપર આજે પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓના મસ્ત મોટા બોર્ડ લાગેલા જોવા મળી રહ્યા છે અને જે હાલમાં ચર્ચાનો વિષય બન્યા છે. જુઓ આ વિડીયોમાં..
આગામી 28 ફેબ્રુઆરી ના રોજ વલસાડ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે ચૂંટણી મતદાન યોજાશે જે માટેની જાહેરાત ગઈ કાલે થતા જ મોડી સાંજ થી આચાર સંહિતા અમલમાં આવી ગઈ છે ત્યારે વહીવટી તંત્ર અને ચૂંટણી વિભાગ દ્વારા વલસાડ જિલ્લામાં લગાવવામાં આવેલ અનેક પાર્ટીના બેનરો ઉતારી લેવાના હોય છે પરંતુ કપરાડામાં જાણે કોઈ આચાર સંહિતા અમલમાં આવી જ ન હોય એમ નાનાપોઢા ચાર રસ્તા ઉપર જાહેર જગ્યા પર મસ મોટા ત્રણ બેનરો ભાજપના લાગેલા જોવા મળી રહ્યા છે જેના પર જાણે હજુ સુધી નજર પડી નથી જેના કારણે આચારસંહિતાનો ભંગ થઇ રહ્યો હોવાનું જણાઈ રહ્યું છે ત્યારે શું આ સમગ્ર બાબતે વલસાડ જિલ્લા કલેકટર કાર્યવાહી કરાવશે? કે પછી કપરાડામાં આચારસંહિતામાં પણ અનેક બેનરો લટકેલા રેહશે.?
BY બીપીન રાઉત