નવસારી: વાંસદા આવેલા અંકલાછ ગામના વણજારવાડી ફળીયા માંથી પસાર તથા હાઇવે પર ગઈ રાત્રે ૨: ૦૦ની મારુતિ સુઝુકીની સ્વીફ્ટ નંબર GJ21M5490 અને ટ્રક વચ્ચે જીવલેણ અકસ્માત સર્જાયોની માહિતી મળી રહી છે આ અકસ્માતમાં ઘટના સ્થળે જ ત્રણ યુવાનોનું મૃત્યુ થયું હતું જયારે અન્ય બે યુવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા જેમની હાલમાં ઉદિત અને વેદાંશી હોસ્પિટલ સારવાર ચાલી રહી છે.

મળતી માહિતી મુજબ અંકલાછ ગામમાં રાત્રે થયેલા આ અકસ્માતમાં ભોગ બનેલા યુવાનો વાંસદા તાલુકા નવતાડ ગામના છે જે રાત્રે ઘરે ફરી રહ્યા હતા અચાનક ટ્રક સામે આવી જતા ઇકો ચલાવી રહેલા યુવાનથી સ્ટેરીંગ પર કાબુ રહ્યો નહિ અને સામે આવી રહેલા ટ્રક સાથે અકસ્માત થયો જેમાં ત્રણ યુવાનોના પ્રાણ પંખેરું તરત જ ઉડી ગયું અને બે અત્યંત ગંભીર હાલતમાં વાંસદાની બે હોસ્પિટલોમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

     

આ અકસ્માત વિશેની આગળની કાર્યવાહી વાંસદા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. અક્સમાતમાં ઘવાયેલા યુવાનોને યોગ્ય સમયે સારવાર મળી જતા હાલમાં તેઓ ખતરાથી બહાર હોવાનું સુત્રો જણાવી રહ્યા છે આમ અક્સ્માતમાં મૃત્યુ પામેલા ત્રણ યુવાનોના કુટુંબમાં શોકનો માતમ છવાઈ ગયો છે.