નાનાપોંઢાં: માં ભારતીની સુરક્ષાના પ્રહરીઓ અને કારગિલ યુદ્ધમાં શહીદ થયેલ વીર બહાદુર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ માટે કારગિલ વિજય દિવસના પૂર્વ સંધ્યાએ કપરાડા યુવા મોરચા દ્વારા નાનાપોંઢા ખાતે ‘મશાલ રેલી’નું આયોજન કરવામાં આવ્યું હતું.
Decision News ને મળેલી માહિતી મુજબ કપરાડા ભાજપ યુવા મોરચા દ્વારા કારગિલ વિજય દિવસના પૂર્વ સંધ્યા પર કારગિલ યુદ્ધમાં શહીદ થયેલ વીર બહાદુર જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે એક નાનાપોંઢાના બજાર વિસ્તારમાં ‘મશાલ રેલી’નું આયોજન કરાયું હતું. જેમાં ભાજપના કાર્યકર્તાઓ નારા લગાવતા જોવા મળ્યા હતા. આ મશાલ રેલીમાં ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને કપરાડા ધારાસભ્ય શ્રી જીતુભાઈ ચૌધરી પણ જોડાયા હતા.
આ પ્રસંગે કપરાડા ભાજપ પ્રમુખ શ્રી રમેશ ગાવિત, જિલ્લા પંચાયત સભ્યશ્રી ગુલાબ રાઉત, જિલ્લા યુવા મોરચા મહામંત્રી શ્રી મયંક પટેલ, ઉપાઘ્યક્ષ શ્રી કિરણ ભોયા, કપરાડા યુવા મોરચાના પ્રમુખ શ્રી વિપુલ ભોંયા, મહામંત્રીશ્રી દિવ્યેશ રાઉત સહિત ઘણા યુવા મોરચાના કાર્યકર્તા મિત્રો હજાર રહ્યા હતા..