પ્રતિકાત્મકફોટોગ્રાફ્સ

આજે દેશ કોરોના વાયરસ સામે લડી રહ્યા છે ત્યારે કોરોના સામેં લડવા માટે રસીકરણ અભિયાન ચાલુ થયું છે દેશમાં પાસે કોવાક્સિન અને કોવિશિલ્ડ નામના બે હથિયાર એટલે કે રસી છે. જેના દ્વારા કોરોનાને પરાજિત કરવામાં દેશ કટિબદ્ધ બન્યું છે. દેશમાં, ભારત બાયોટિકની કોવાક્સિન અને સીરમની કોવિશિલ્ડને કટોકટીના ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે

દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ ચાલુ છે. ભારત બાયોટેકે એક ફેક્ટશીટ બહાર પાડયું છે, અને લોકોનું ધ્યાન દોર્યું છે કે કોણે કોરોના રસીના લેવી.

(૧) વર્તમાન સમયમાં જેને એલર્જી, તાવ, લોહી વહેતા ડિસઓર્ડરની ફરિયાદ કરે છે, તેમજ જેમની પ્રતિરક્ષા નબળી છે  અથવા દવાઓ લઇ રહ્યા છે, અથવા જેની રોગપ્રતિકારક શક્તિ પર અસર થઈ શકે છે.

(૨) સગર્ભા અને સ્તનપાન કરાવતી મહિલાઓ માટે પણ કોવાક્સિન માટેની રસી પ્રતિબંધિત છે.

(૩) જેમણે બીજી રસી લીધી છે, અથવા કોઈ ગંભીર બીમારીથી પીડિત છે, તેઓ એ પણ કોવાક્સિન રસી લેવી યોગ્ય નથી.

ભારત બાયોટેકે રસીની સંભવિત વિપરીત ઘટનાઓ અને રસી માટે પાત્ર લોકોની વિગતવાર આ ફેક્ટશીટ બહાર પાડી છે. તે જણાવે છે કે ત્યાં ખૂબ જ ઓછી સંભાવના છે કે કોવિસિન શ્વાસ લેવામાં મુશ્કેલી, ચહેરા/ગળામાં સોજો, ધબકારા વધવા અને આખા શરીરમાં નબળાઇ સહિત ગંભીર એલર્જીક પ્રતિક્રિયાઓ પેદા કરી શકે છે.

કોવાક્સિન હાલમાં ત્રીજા તબક્કાના અજમાયશમાં છે અને તેની અસરકારકતા હજી સંપૂર્ણ સાબિત થઈ નથી. ભારત બાયોટેકે જણાવ્યું છે કે રસી ડોઝ લેવાનો મતલબ એ નથી કે વ્યક્તિએ કોવિડ-૧૯ને રોકવા માટે નિર્ધારિત અન્ય ધોરણોનું પાલન કરવાનું બંધ કરી દે. જો અવગણવામાં કરવામાં આવશે તો રસીની આડઅસર થઈ શકે છે. હવે આ કોવિક્સીન વિષે શું નિર્ણય લેશે એ જોવું રહ્યું.