માનવતા હજી પણ જીવિત છે એનુ જીવંત ઉદાહરણ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ધામસીયા ગામાં રહેતા એક પરિવારે પૂરું પાડયું છે. બાજ પડીયાનો વેપાર કરતા પ્રતાપસિંહ ખુમાણા તેઓ પત્ની સાથે પોતાની કાર લઈ નસવાડી આવતા હતા. રાતના બોડેલીના તાંદલજા રોડ પાસે એક મોટો થેલો પડેલો હતો. તેમની નજર થેલા પર પડી હતી અને કાર ઉભી રાખી થેલામાં જોતા દિવાલ ઘડીયાલ જણાઈ આવી હતી. જેથી તેઓ નસવાડીના એક જાગૃત નાગરિકનો સંપર્ક કરતા તેઓએ નસવાડી પોલીસ સ્ટેશનમાં આ થેલો જમા કરાવવા જણાવ્યું હતું.

પ્રતાપભાઈ અને તેમની પત્ની બંને નસવાડી પી એસ આઈને ઘડિયાલ ભરેલો થેલો પોલીસ સ્ટેશનમાં જમા કરાવ્યો છે. નસવાડીમા રવિવારી બજાર ભરાયા બાદ કોઈ વેપારી બોડેલી તરફ જતા આ ઘડિયાલ ભરેલો થેલો પડી ગયો હોવાનું પ્રાથમીક અનુમાન લગાવવામાં આવ્યું છે. ત્યારે નસવાડી પોલીસ પણ આ દંપતીની કામગીરીને બિરદાવી હતી, અને આ થેલો જે વ્યાપારીનો હોય તેને નસવાડી પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું છે.