આપણા જાણીતા દેશના કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયે નેતાજીનો જન્મદિવસ ૨૩ જાન્યુઆરીએ ‘પરાક્રમ દિવસ’ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. સ્વાતંત્ર્ય સેનાની અને આઝાદ હિંદ ફોજના જનક નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિને હવેથી સમગ્ર દેશ ‘પરાક્રમ દિવસ’ તરીકે મનાવવામાં આવશે.

દેશના મંત્રાલયે આ સંદર્ભમાં એક જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્યું છે. આવનારા સમયમાં સુભાષચંદ્ર બોઝની ૧૨૫મી જન્મજયંતિ આવી રહી છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમે ટૂંક સમયમાં નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ સંબંધિત વિદ્વાન, સૈનિક અને સ્ટેટસમેન જેવા કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવશે.

સ્વાતંત્ર્ય સેનાની સુભાષચંદ્ર બોઝની ૧૨૫મી જન્મજયંતિ નિમિત્તે કેન્દ્ર સરકારે ગૃહ પ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં એક ઉચ્ચ-સ્તરની સમિતિની રચના કરવામાં આવી છે .બીજી બાજુ સંસ્કૃતિ મંત્રાલયે પણ એક સત્તાવાર પ્રકાશન જારી કરીને જણાવ્યું છે કે આ સમિતિ આવતા વર્ષે ૨૩ જાન્યુઆરીથી એક વર્ષ સુધી ૧૨૫મી જન્મજયંતિ વર્ષમાં યોજાનારા કાર્યક્રમો અને ઉજવણીના સમયપત્રકનો નિર્ણય લેવામાં આવશે.