દિલ્લી: લોકસભા 2024 ની ચૂંટણી પરિણામો બાદ NDAએ સરકાર બનાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે INDIA Alliance એ પણ આ અંગે મહત્વની બેઠક યોજી અને આવનારા સમયમાં સરકાર ન બનાવી વિપક્ષમાં બેસવાનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
Decision news ને મળેલી જાણકારી પ્રમાણે INDIA Alliance ગતરોજ મોડી સાંજે મળેલી મહત્વની બેઠકમાં તમામ પક્ષોના નેતાઓ દિલ્હી પહોંચ્યા. લગભગ 2 કલાક સુધી મંથન કર્યા બાદ ભારતીય ગઠબંધને મહત્વનો નિર્ણય લીધો. ગઠબંધનના નેતાઓએ સ્પષ્ટ કર્યું કે તેઓ અત્યારે સરકાર બનાવવાના પક્ષમાં નથી અને દાવો કરશે નહીં. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે INDIA અત્યારે ગઠબંધન સરકાર બનાવવાનો પ્રયાસ નહીં કરે.
INDIA Alliance ને લોકસભા ચૂંટણીમાં 234 બેઠકો મળી છે અને તે બહુમતીથી 40 બેઠકો દૂર છે. બેઠકમાં બધા નેતાઓ સાથેની વાતચીત બાદ મહાગઠબંધનના નેતાઓએ વિપક્ષમાં બેસવાનો નિર્ણય લેવાયો છે.











