વલસાડ : ઉમરગામ સામુહિક આરોગ્ય કેન્દ્ર પર હાલમાં વ્યવસ્થામાં અભાવ હોવાના કારણે લોકોને કોરોના મહામારીના સમયમાં ભારે મુશ્કેલી સામનો કરવો પડી રહ્યા છે તેની સાથે કેટલાક લોકો પાસેમાં માં કાર્ડ અંગેના ફોર્મના પૈસા પણ લેવાતા હોવાની બુમ ઉઠવાની માહિતી સ્થાનિક સુત્રો પાસેથી મળી રહી છે.
ઉમરગામ તાલુકા નગરપાલિકાના પરપ્રાંતી વિસ્તાર ગણાતા ગાંધીવાડી ખાતેના અંતરિયાળ ભાગમાં આવેલ ઉમરગામ સી. એચ. સી.કેન્દ્ર ખાતે છેલ્લા કેટલાક દિવસો થી સરકારની આરોગ્ય લક્ષી સેવાની યોજનાના અતિ મહત્વના એવા મા કાર્ડ બનાવવાનું શરૂ થતાં આ વિસ્તારમાં રાહતની લાગણી જોવા મળી હતી. પરંતુ મા કાર્ડ માટે કેન્દ્ર પર જતા લોકોના જણાવ્યા પ્રમાણે અહી ખુબ જ અવ્યવસ્થા છે તેથી ઘણી મુશ્કેલી નો સામનો કરવો પડતો હોય છે.
આ ઉપરાંત લોકોનું કહેવું છે કે સેન્ટર પર કાર્ડ બનાવવા માટે ફોર્મ ના પણ કેટલાક લોકો પાસે પૈસા લેવામાં આવી રહ્યા છે. અને અવ્યવસ્થાને કારણે લાઈનની જગ્યા એ ટોળાઓ ભેગા થતા જોવા મળે છે આ સિવાય સગા-સંબધીવાદ દેખાય છે. ઘણા લોકોને માત્ર ધરમ ના ધક્કા ખાવાનો વારો આવતો હોય છે. સ્થાનિક ગરીબ ઓળખાણ વગરની અને જરૂરીયાતમંદ પ્રજામાં માં કાર્ડ મેળવવા માટે ખુબ જ તકલીફ પડી રહી છે આ બાબતે વહીવટી તંત્રએ ઝડપથી કોઈ નિર્ણય લે અને આ સગાવાદ અને ભષ્ટ્રાચાર દુર થાય અને અવ્યવસ્થા દુર થાય એવી માંગણી કરી રહ્યા છે.