જગવિખ્યાત સોમનાથ સોમનાથ મંદિર ટ્રસ્ટના નવા ચેરમેન પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીને બનાવાયા છે. કેશુભાઈ પટેલના નિધનના કારણે ચેરમેન પદ ખાલી પડતા પ્રધાનમંત્રી મોદીને ચેરમેન બનાવાયા છે.

ત્રણેક માસ પહેલા સોમનાથ મંદિર ટ્રસ્ટના ચેરમેન એવા પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું અવસાન થતા ચેરમેન પદ ખાલી પડ્યું હતું. જેથી ટ્રસ્ટના નવા ચેરમેનની નિમણુંક કરવા માટે આજે સાંજે 6:30 વાગ્યે ટ્રસ્ટીઓની વર્ચ્યુલ બેઠક મળી હતી. આ વર્ચ્યુલ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, લાલકૃષ્ણ અડવાણી સહિતના ટ્રસ્ટીઓ ઓનલાઇન જોડાયા હતા.

પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલના નિધન બાદ ટ્રસ્ટનું ચેરમેન પદ ખાલી હતું. જેથી નવા ચેરમેનની નિમણુંક કરવા માટે પ્રથમ તા.11 જાન્યુ. બાદ તા.13 જાન્યુ. બેઠક મળનાર હતી. જે બંન્નેે બેઠક અનિવાર્ય સંજોગોના કારણે મુલત્વી રહયા બાદ આજે સાંજે બેઠક મળી હતી. જેમાં સોમનાથ મંદિર ટ્રસ્ટીના નવા ચેરમેનના પદે વડાપ્રધાન મોદીની નિમણુંક થયાની જાહેરાત થઇ છે.