જિંદગીમાં ખુશી હોય કે ગમ, હાર હોય કે જીત, સફળતા હોય કે નિષ્ફળતા દરેક તબક્કામાં શાંત ચિત, ઠંડુ દિમાગ, અદભુત નિર્ણયશક્તિ, ગ્રેટ લીડરશીપ, હાજર જવાબી, ટીકા અને વખાણને આસાની થી ટેકલ કરવા અને એવા બીજા અનેક ગુણ જે તમને તમારામાં કેળવવા ખુબ જ જરૂરી છે.
નિર્ણયશક્તિ સફળતાનું મોટું પરિબળ છે નિર્ણય વગર કશું જ સિદ્ધ થતું નથી જ્યાં સુધી કોઈ વાતનો નિર્ણયના કરવામાં આવે ત્યાં સુધી તે બાબતે આગળ વધી શકાતું નથી સમયની સાથે રહેવું હોય તો એના માટે નિર્ણય કરવો બહુ જરૂરી છે. નિર્ણય સંકલ્પ બને છે જો કોઈ વસ્તુનો દઢતથી જ નિર્ણય કરવામાં આવે તો તે સંકલ્પ બની જાય છે
ભારતનો સફળતમ કેપ્ટન ધોની નિર્ણયશક્તિ હાલનું ઉત્તમોત્તમ ઉદાહરણ છે જેની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમે ક્રિકેટનાં તમામ બહુમાન સફળતાપૂર્વક હાંસલ કર્યા છે. ૨૦૦૭નાં વર્લ્ડકપમાં પરાજય બાદ ભારતીય ટીમની કમાન ધોનીને સોંપવામાં આવી. સાઉથ આફ્રિકામાં યોજાયેલાં પ્રથમ T-20 વર્લ્ડકપમાં ધોનીએ પોતાની નીડર નિર્ણયશક્તિને કારણે ઘણાં દિગ્ગજોને આશ્ચર્યચકિત કરી દીધા હતા. તેમજ ભારતને T-20 વર્લ્ડકપમાં શાનદાર વિજય અપાવી હતી.
બીજી વખત ધોનીએ ૨૦૧૧નાં વર્લ્ડકપમાં નેતૃત્વ કર્યુ હતું તેનાં કારણે તેમજ તેની આક્રમક રણનિતિ અને મક્કમ નિર્ણયશક્તિનાં લોકો ફેન થઈ ગયાં હતા. આજે પણ ૨૦૧૧નાં વર્લ્ડકપ વિજયને ધોનીનાં વિનીંગ સિક્સર સિવાય ઇમેજિન કરી શકાતું નથી.
રિચર્ડ માર્કના વિધાન પ્રમાણે જોઈએ તો સમયનું સંચાલન નિર્ણયશક્તિ વગર અધૂરું જ નહિ પણ મૃત:પ્રાય જેવું છે વર્ષો પહેલા ઇટાલીનું એક વ્યાપારી જહાજ સેન્ટપિયર નામના બંદરે લાંગર્યું હતું ત્યારે તેના કેપ્ટનની નજર અચાનક દુરથી જવાળામુખીના મુખમાંથી નીકળતા લાવા પર પડી એણે ત્વરિત નિર્ણય કર્યો કે આ બંદરે માલ વેચ્યા વિના લંગર ઉપાડી જતા રહેવું તેણે તુરંત જ ખલાસીઓને તે મુજબ હુકમ કર્યો.બધા લોકો તેના આ નિર્ણયનો વિરોધ કરતા હતા પણ તેણે કોઈને ગણકાર્યા વિના એ બંદરેથી આગેકુચ કરી એ જહાજે બંદર છોડયા પછી બરોબર ચોવીસ કલાકમાં ભૂકંપ થયો અને આખું બંદર નાશ પામ્યું ત્યારે તો પેલું જહાજ ઘણું દુર નીકળી ગયું હતું
ભારતના સ્વાતંત્ર્યસેનાની અને ખેડૂત લીડર સરદાર વલ્લભભાઇ પટેલ આ વિષે પોતાના મંતવ્ય આપે છે સમયનો સાચો ઉપયોગ એ લોકો કરી શકે છે જેની પાસે અદ્ભુત નિર્ણયશક્તિ છે.