રાજ્યમાં આજે કોરોના વાયરસ સંક્રમણના ૯૧૦ નવા કોરોનાના કેસ નોંધાયા છે. તેથી છેલ્લા થોડા દિવસોથી કોરોનાના કેસ ઘટતા જોવા મળી રહ્યા છે જે રાહતના સમાચાર છે. જોકે, રાજ્યમાં કોરોનાના થતા ટેસ્ટની સંખ્યા પણ ઘટી છે. દરરોજના મુકાબલે ૧૦ હજારથી વધુ ટેસ્ટ ઘટાડી દેવામાં આવ્યા છે. તો બીજી તરફ સાજા થવાનો દર ૯૩ ટકાને પાર પહોંચ્યો છે.

આજે રિલીઝ કરવામાં આવેલી પ્રેસનોટ અનુસાર, ગત ૨૪ કલાક દરમિયાન કોરોનાના ૯૧૦ નવા કેસ સામે આવ્યા છે. જેથી ગુજરાતમાં અત્યાર સુધીમાં ૨,૪૦,૧૦૫ દર્દીઓ નોંધાઇ ચૂક્યા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર ૯૩.૭૯ ટકા થયો છે. તો ગુજરાતમાં આજે ૫૬,૯૭૦ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેથી અત્યાર સુધીમાં કુલ ૯૩,૩૦,૪૯૧ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, રાજ્યમાં આજે ૧૧૧૪ સાજા થયાં અને અત્યાર સુધીમાં કુલ ૨,૨૫,૨૦૬ દર્દીઓ સાજા થયાં છે. આજે કોવિડ-૧૯થી ૬ દર્દીઓના મોત થવા પર રાજ્યમાં કોરોનાથી મૃત્યુ પામનારાઓની સંખ્યા વધીને ૪૨૬૮ થઇ ગઇ છે. તો હાલ ૧૦,૬૩૧ એક્ટિવ કેસ છે. જેમાંથી ૬૨ દર્દીઓ વેન્ટિલેટર પર છે.

રાજ્યમાં આજે ૨૪ કલાક દરમિયાન અમદાવાદમાં ૩, સુરતમાં ૨, રાજકોટમાં ૧ માં મળીને કુલ 6 લોકોના કોરોનાથી મોત થયા છે. છેલ્લા કેટલાક મહિનાઓથી સૌથી વધુ દર્દીઓના અમદાવાદમાં મૃત્યુ થયા છે.

રાજ્યમાં આજે પોઝિટિવ કેસની જિલ્લાવાર નોંધાયેલા કોરોનાના કેસની વિગત જોઈએ તો અમદાવાદ ૧૯૧ સુરત ૧૫૩ વડોદરા ૧૩૮ ગાંધીનગર ૩૩ ભાવનગર ૨૩ બનાસકાંઠા ૧૪ આણંદ ૧૪ રાજકોટ ૮૩ અરવલ્લી ૬ મહેસાણા ૨૦ પંચમહાલ ર૧ કચ્છ ૧૬ નર્મદા ૭ દેવભૂમિ દ્વારકા ૪ વલસાડ ૨ નવસારી ૪ જૂનાગઢ ૨૧ પોરબંદર ૨ સુરેન્દ્રનગર ૬ મોરબી ૧૧ તાપી ૨ ડાંગ 0 અમરેલી ૨૧ જેવા કેસો સામે આવ્યા છે.