ગાંધીનગર: વર્તમાન વર્ષમાં આવેલું ધોરણ.૧૦ નું નબળું પરિણામ તથા પ્રવર્તમાન કોરોના મહામારીના કારણે પ્રવેશ પ્રક્રિયા ઉપર નકારાત્મક અસર ઉભી થઇ છે. જેથી રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષ-૨૦૨૦-૨૧ પુરતો ધોરણ. ૯ થી ૧૨ની શાળામાં વર્ગ ઘટાડાની મર્યાદીત સંખ્યામાં ઘટાડો કરી ફેરફાર કરવામાં આવી રહ્યો છે.
૨૧મી ડીસેમ્બરના શિક્ષણ વિભાગે કરેલા ઠરાવ મુજબ શહેરી એરિયામાં વર્ગ શરૂ રાખવા માટે ૨૫ વિદ્યાર્થી અને ગ્રામ્ય વિસ્તારમાં ૧૮ વિદ્યાર્થીની સંખ્યા નક્કી કરવામાં આવી છે. જૂના ઠરાવ મુજબ જોઈએ તો શહેરી વિસ્તારમાં વિદ્યાર્થીઓની સંખ્યા ૩૬ હતી અને ગ્રામ્ય વિસ્તારમાં ૨૪ની સંખ્યા હતી.
આ નવો ઠરાવનો અમલ માત્ર વર્ષ-૨૦૨૦-૨૧ પુરતો જ અમલ કરવામાં આવશે. વર્ગ વધારા માટે શહેરી એરિયામાં ૬૦+૩૬ અને ગ્રામ્ય વિસ્તારમાં ૬૦+૨૪ વિદ્યાર્થી સંખ્યા ધ્યાન પર રાખવી પડશે. શહેરી એરિયામાં ધોરણ. ૯ થી ૧૨માં પ્રથમ વર્ગ માટે ૩૬ વિદ્યાર્થી સંખ્યા નક્કી થઇ હતી, જેના બદલે હવે ૨૫ સંખ્યાને ધ્યાનમા લેવિ પડશે અને ગ્રામ્ય વિસ્તારમાં ૨૪ના બદલે ૧૮ સંખ્યા રાખવાની રહશે. નવા ધારા ધોરણો મુજબ એક વધુ વર્ગો માટે શહેરીમાં ૬૦+૩૬ના બદલે ૪૨+૨૫ અને ગ્રામ્યમાં ૬૦+૨૪ના બદલે ૪૨+૧૮ની વિદ્યાર્થી સંખ્યા જાળવવી પડશે. અને નક્કી કરેલાયેલી સંખ્યા કરતાં ઓછા વિદ્યાર્થીઓ હોય તેવી શાળાના વર્ગો બંધ કરવામાં આવશે.
હાલમાં જ વર્ગ ઘટાડાની મર્યાદીત સંખ્યામાં ઘટાડો કરવાથી ગ્રાન્ટેડ હાઈસ્કૂલના ૬૦૦ જેટલા વર્ગો જે બંધ થવાની સંભાવના દેખાતી હતી જે હવે બંધ કરવી નહિ પડે અને વર્ગ ઘટાડાના કારણે જે ૯૦૦ શિક્ષકો ફાજલ પડવાના દેખાય રહ્યું હતું જે હવે નહિ થાય સરકારના આ નિર્ણયથી વિદ્યાર્થીઓ અને વાલીઓની શી પ્રતિક્રિયા આવશે એ જોવું રહ્યું .