કપરાડા તાલુકાના મેણધા ધાકવાળ રસ્તા ઉપર નાનાપોંઢા વન વિભાગની ટીમ બાતમીના આધારે રાત્રે વોચ રાખી બેઠા હતા, તે દરમિયાન સામેથી શંકાસ્પદ ટેમ્પો આવી રહ્યો હતો, તે ટેમ્પાનો જંગલ વિભાગના સ્ટાફે રોકવા માટે ઈશારો કર્યો હતો, પરંતુ ટેમ્પા ચાલકે વન અધિકારીને ઓળખી જતા ત્યાંથી ટેમ્પો પુર ઝડપી હંકારી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ વન અધિકારીઓએ પીછો કરતા ઘાટવાળા અને ટેકરા વાળો રસ્તા હોવાથી ટેમ્પો ચઢ્યો ન હતો, તે સમયે ટેમ્પા ચાલકે સતર્કતા વાપરી અંધારાનો લાભ લઈ ટેમ્પો ત્યાં જ મૂકી ને ભાગી ગયો હતો, ટેમ્પાની અંદર તપાસ કરતાં ઘર વપરાસના જુના કબાટ, પલંગ, ટેબલ વગેરે સામાનની નીચે સંતાડી રાખેલો શીશમ અને સાગી ચોરસા લાકડાનો જથ્થો વિપુલ પ્રમાણમાં મળી આવ્યો હતો.

નાનાપોંઢા વન વિભાગના અધિકારી અભિજીતસિંહ રાઠોડ અને તેની ટીમ દ્વારા ટાટા ટેમ્પો નંબર. GJ15,T5945 રાત્રી દરમિયાન મેણધા ધાકવાળ ફળિયાના મુખ્ય રસ્તા ઉપર ઝડપી પાડ્યો હતો, ટેમ્પામાં વધારે માલ ભર્યો હોવાથી લોડિંગ ટેમ્પો ટેકરા ઉપર ચઢતો ન હોવાથી જેસીબીનો સહારો લેવા પડ્યો હતો, અને મહામુશ્કેલીમાં સ્થળ ઉપરથી જેસીબીના સહારે સવારના સુમારે વન વિભાગ નાનાપોંઢા ખાતે પોહચ્યાં હતા, ટેમ્પામાં ગેરકાયદેસર ભરી ને તસ્કરી કરેલા શીશમના લાકડા નંગ 19 જેનું ઘનમીટર 0.637 કિંમત રૂપિયા 23,059/-રૂપિયા અને સાગી ચોરસા નંગ 63 જેનું ઘનમીટર 2.189  કિંમત રૂપિયા 78,242/- અને ટેમ્પાની કિંમત 1,75,000/- મળી કુલ 2,77,301/-રૂપિયાનો મુદ્દામાલ વન વિભાગ દ્વારા જપ્ત કરી આગળ તપાસ હાથ ધરવામાં આવી હતી.

By બિપીન રાઉત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ડીસીઝન ન્યૂઝ સાથે. લાઇક, સેર અને ફોલો કરી શકો છો.