રાજ્યમાં હાલ કોરોનાવાયરસ બેકાબુ બની રહ્યો છે. જેને ગુજરાતમાં ૪ મહાનગરોમાં હાલ રાત્રિ કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યો છે. કોરોના મહામારીના કારણે રાજ્યની શાળા-કોલેજોમાં અભ્યાસ બંધ છે જેને લઇને માસ પ્રમોશનની ચર્ચાઓ તેજ જોવા મળી રહી છે ત્યારે શિક્ષણમંત્રી દ્વારા સ્કૂલોમાં માસ પ્રમોશન મામલે કોઇ વિચારણા નહી હોવાની સ્પષ્ટતા કરવામાં આવી છે.

ગુજરાતમાં હાલમાં શાળાઓમાં ધો.૧ થી ૯ અને ધો.૧૧ ના વિદ્યાર્થીઓના માસ પ્રમોશનની અટકળો પર શિક્ષણમંત્રીની સ્પષ્ટતા બાદ પૂર્ણવિરામ મુકાયું છે.

ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસની સૌથી વધુ અસર શિક્ષણ ક્ષેત્ર પર જોવા મળી રહી છે. કોરોનાના કારણે શાળા-કોલેજમાં હાલ અભ્યાસ બંધ છે અને માત્ર ઓનલાઇન અભ્યાસક્રમ ચાલી રહ્યો છે. ત્યારે શાળાઓ શરુ ન થતા માસ પ્રમોશનની ચર્ચાઓ કરવામાં આવી રહી છે.

પરંતુ રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ માસ પ્રમોશન મામલે સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું છે કે સ્કૂલોમાં માસ પ્રમોશન મામલે કોઇ વિચારણા કરવામાં આવી નથી. રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે સ્કૂલોમાં હાલ ઓનલાઇન અભ્યાસક્રમ ચાલી રહ્યાં છે. ત્યારે વર્ષના અંતે ફાઇનલ પરીક્ષા લેવામાં યોજાવાની શક્યતા છે.