ગઈ કાલે ભારતે ત્રીજી વન ડેમાં ઓસ્ટ્રેલિયાને ૧૩ રને હરાવ્યું હતું. ૭૬ બોલમાં ૯૨ રન કરનાર હાર્દિક પંડયા મેન ઓફ ધ મેચ આપવામાં આવ્યું. ત્યાર બાદ હાર્દિક પંડયા વન ડેમાં ડેબ્યુ કરનાર ટી નટરાજનના વખાણ કર્યા. તેમનુ કહેવું છે કે નટરાજન જે બેકગ્રાઉન્ડમાંથી આવી રહ્યો છે તેની સ્ટોરી પ્રેરણાદાયી છે. નટરાજને આ વન ડે મેચમાં બે વિકેટ ઝડપી લીધી હતી.
નટરાજનની સ્ટ્રગલ સ્ટોરી તેના જ શબ્દોમાં.. આ વાત તેણે સનરાઈઝ હૈદરાબાદના સોશિયલ મીડિયા પર કરી હતી શેર.. મારું પારિવારિક બેકગ્રાઉન્ડ ઘણું જ સામાન્ય છે. હું સાલેમથી ૩૬ કિલોમીટર દૂર રહેતો હતો. મારા ગામનું નામ ચિન્નાઅપ્પામત્તી. મારે ૩ બહેન અને એક નાનો ભાઈ છે અને હું ઘરમાં સૌથી મોટો છું. મારા પપ્પા ગારમેન્ટ ફેક્ટરીમાં રોજમદારી પર કામ કરે છે, મારી મમ્મીને ચિકનની નાનકડી દુકાન છે. હું ઘણાં જ સામાન્ય પરિવારમાંથી આવું છું. હું જ્યારે સરકારી સ્કૂલમાં ભણતો હતો ત્યારે મારી પાસે નોટબુક અને પેન્સિલ લેવાના પણ પૈસા ન હતા. મને મારા મિત્ર જેવા ભાઈ તરફથી ઘણો જ સપોર્ટ મળ્યો. જો કે તે મારો રિયલ બ્રધર ન હતો. તે મારા માટે એક ગોડફાધર સમાન હતો.હું જ્યારે ૫માં ધોરણમાં હતો ત્યારે મેં ટેનિસ બોલ સાથે ક્રિકેટ રમવાની શરૂઆત કરી.
હું જ્યારે ૨૦ વર્ષનો થયો અને મારા કેરિયરની શરૂઆત થઈ ત્યારે મને ખબર પડી કે ક્રિકેટનો બોલ કેવો હોય છે. મારા ખ્યાલથી તે ૨૦૧૧નો સમય હતો. આ સમય દરમિયાન મારા ભાઈના મિત્રોએ મને ચેન્નઈમાં રમવાનો ચાન્સ આપ્યો. ચેન્નઈથી રમીને મારી ક્રિકેટ કારકિર્દીનો પ્રારંભ થયો. પ્રોફેશનલી ક્રિકેટ રમવા માટે તમારે શુઝ અને ક્લોથની જરૂર હોય છે પરંતુ જ્યારે મને ઓચિંત જ કોલ આવ્યો ત્યારે ટ્રેનિંગ માટે જવા મારી પાસે ટ્રાવેલના પણ પૈસા ન હતા. મેં લોકલ ટૂર્નામેન્ટમાંથી થોડા પૈસા બચાવ્યા હતા જેનાથી મેં થોડી જરૂરી વસ્તુઓ અને અન્ય સ્થળે જવા માટે ઉપયોગમાં લીધા. આ પ્રકારની ઘણી સ્ટ્રગલ મેં કરી છે.
હું એક બોલર છું એટલે મારા માટે શુઝનું પણ મહત્વ ઘણું હોય છે. હું જે ટીમ તરફથી રમતો તેઓ મારા શુઝ સ્પોન્સર્ડ કરતા. હું તે શુઝની ઘણી જ સાચવણી કરતો કે જેથી તે લાંબા સમય સુધી ચાલી શકે. મારું લક્ષ્યાંક તમિલનાડુ તરફથી રણજી રમવાનો હતો. સામાન્ય રીતે લોકો અંડર ૧૯ અંડર ૧૬ અને અંડર ૨૩ રમીને રણજી ટ્રોફી રમતા હોય છે, પરંતુ હું સીધો જ રણજી ટ્રોફી રમ્યો.
આમ જો આપણા પેશનને જો પ્રોફેશન બનાવવામાં આવે અને મંજિલ સુધી પોહ્ચવાનું ઝુનુન અને નિર્ણયશક્તિ તો સતત કાર્ય પ્રત્યે પ્રતિબધ્ધતા રાખવામાં આવે તો સફળતા મળે જ છે