સ્પોર્ટ્સ: વિનેશ ફોગાટે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું, “મા, કુસ્તી મારાથી જીતી ગઈ, હું હારી ગઈ, માફ કરજો, તારું સપનું, મારી હિંમત, બધું તૂટી ગયું, હવે મારી પાસે આનાથી વધુ તાકાત નથી રહી. અલવીદા કુસ્તી 2001-2024. તેણે માફી માંગતા કહ્યું, હું તમારા બધાની હંમેશા ઋણી રહીશ.
વિનેશ ફોગાટે તેના હરીફ સામે સેમિફાઇનલ મેચ 5-0ના માર્જિનથી જીતી અને ઓલિમ્પિક ફાઇનલમાં ક્વોલિફાય થનારી પ્રથમ ભારતીય મહિલા કુસ્તીબાજ હતી. વિનેશ ફોગાટને વધારે વજનના કારણે ફાઈનલ મેચમાંથી અયોગ્ય ઠેરવવામાં આવી હતી, ત્યારબાદ તેણે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (CAS)માં અપીલ કરી હતી. વિનેશે કહ્યું હતું કે તેને આ ઈવેન્ટ માટે સિલ્વર મેડલ આપવો જોઈએ.
100 ગ્રામ વધારે વજન હોવાને કારણે વિનેશને ગેરલાયક ઠેરવવામાં આવી રેસલર વિનેશ ફોગાટને ઓલિમ્પિકમાં ગેરલાયક જાહેર કરવામાં આવી હતી. 50 કિગ્રા કેટેગરીમાં તેનું વજન લગભગ 100 ગ્રામ વધુ હોવાનું હાલમાં તો કહેવાય રહ્યું છે.