ગરુડેશ્વર: એક દિવસ પહેલા ગરુડેશ્વર તાલુકામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે ચાલી રહેલાં ટ્રાઈબલ મ્યુઝિયમનું કામમાં  6 ઓગસ્ટ 2024 ની સાંજે આરોપી મર્ગીશ દિનેશ હીરપરા સહિત કુલ 6 આરોપીઓએ ગેરકાયદેસર મંડળી બનાવી બે આદિવાસી યુવાનો જયેશ સનાભાઈ તડવી તેમજ સંજય ગજેન્દ્રભાઈ તડવીને પાઇપો દંડા તેમજ પટ્ટા વડે માર મારતા ગંભીર ઇજાઓ થતાં જયેશ સનાભાઈ તડવી નું મોત નીપજ્યું છે અને સહેદ સંજય ગજેન્દ્રભાઈ તડવી ને ગંભીર ઇજાઓ થવા પામી છે સમગ્ર મામલે કુલ 6 શખ્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે

ઘટનાની જાણ થતાં જ આદિવાસી સમાજની હંમેશા પડખે ઉભા રહેતાં એવા આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મૃતક યુવાનના પરિવાર તેમજ ઘાયલ યુવાનની મુલાકાત લીધી હતી ગરુડેશ્વર PHC બહાર ધરણાં ઉપર બેસી ગયા હતા તેઓએ આક્રોશ પ્રગટ કરતા કહ્યું કે મૃતકના પરિવારને એક કરોડ અને ઘાયલ યુવાનને 50 લાખ સહાય મળે તેવી માંગ કરી હતી.

ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે કેવડિયા અને ગભાણા ગામના બે યુવાનો ત્યાં મુખ્ય રસ્તા પરથી પસાર થતા હતા ત્યારે ટ્રાઈબલ મ્યુઝિયમનું બાંધકામ કરનારી એજન્સીના માણસો એ બે યુવાનોને મ્યુઝિયમ બાંધકામના સ્થળ પર લઈ જઈ, કપડા કાઢી, બાંધી રાખી અને ગોંધી રાખીને આખી રાત ઢોર માર મારવામાં આવેલો છે, જે દરમિયાન બે યુવાનો માંથી એક યુવાનનું મૃત્યુ થયું છે. અને એક યુવાન રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે તેની હાલત ગંભીર છે. આ ગરીબ પરિવારનુ ભરણપોષણ કરનાર એક ના એક યુવાનનું મૃત્યુ થતા, પરિવાર નિરાધાર બની ગયો છે. આદિવાસી વિસ્તારોમાં બહારથી આવનાર એજન્સીઓને બચાવવા, કાયદેસરની કાર્યવાહી માટે પોલીસ FIR માં છ મજૂરો અને સુપરવાઇઝરનું નામ નાખીને પોલીસ ભીનું સંકેલવાનો પ્રયાસ કરી રહી હોવાનો આક્ષેપ કર્યો છે

વધુ તેમણે જણાવ્યું કે આવનાર દિવસોમાં જો મૃતકના પરિવારને એક કરોડ અને ઘાયલ યુવાનને 50 લાખ સહાય ન મળે તો હજારોની સંખ્યામાં સમગ્ર આદિવાસી વિસ્તારોમાં મોટુ જન આંદોલન કરીશું અને આવતીકાલથી કેવડિયા બંધનું એલાન પણ આપવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી