ભારતની અગ્રણી ઓટોમોટીવ લ્યુબ્રીકન્ટ્સ કંપની એવી કેસ્ટ્રોલ ઇન્ડિયાએ કેસ્ટ્રોલ પાવર1 અલ્ટીમેટ લોન્ચ કર્યુ હોવાની જાહેરાત કરી છે, જે કેસ્ટ્રોલની અદ્યતન અને સંપૂર્ણ સિંથેટિક મોટરસાયકલ એન્જિન ઓઇલ્સમાં એક નવીન ઉમેરણ છે. આ તમામ નવા વેરિયાંટ વિશિષ્ટ ૫ ઇન ૧ ફોર્મ્યુલા પર આધારિત છે જે શ્રેષ્ઠ પર્ફોમન્સ માટે બાઇકને સજ્જ કરવા માટે તૈયાર કરવામાં આવ્યુ છે.

મોટરસાયકલ અને પર્ફોમન્સના ઉત્સાહીઓ માટે ડિઝાઇન અને રચના કરાયેલ કેસ્ટ્રોલ પાવર1 અલ્ટીમેટ જે લોકો સવારી કરવાનો જુસ્સો ધરાવે છે તેમના માટે જ નહી પરંતુ તેમના ૨ વ્હીલર્સની સંભાળ માટે ચોક્કસ છે તેવા લોકો માટે પસંદગીની બહોળી રેન્જ પણ ઓફર કરે છે. વ્યાવસાયિક સવારો દ્વારા સમર્થિત અને તેમની પાસેથી પ્રાપ્ત કરેલા પ્રતિભાવ પર આધારિત બારીકાઇથી વિકાસાવેલ નવું કેસ્ટ્રોલ પાવર1 અલ્ટીમેટ રેન્જમાં નીચે જણાવેલા ૫ આખરી લાભો સાથે આશ્ચર્ય અને આકર્ષણનો સમાવેશ થાય છે

કેસ્ટ્રોલ ઇન્ડિયા લિમીટેડના મેનેજિંગ ડિરેક્ટર સંદીપ સંગવાને જણાવ્યું હતુ કે પ્રારંભથી કેસ્ટ્રોલે ધારણાના વિશિષ્ટ માર્ગો અને કાયમ વિકસતી જતી ગ્રાહકોની પસંદગીઓની ખેવના કરી છે અને એડવાન્સ્ડ ટેકનોલોજીઓ સાથે ગ્રાહકોની કાયમ વિકસતી જતી પસંદગીઓથી આગળ રહીએ છીએ. અમારા ગ્રાહકોને ખુશ કરવા માટે સતત પ્રયત્નો કરવાના આગળપડતા જુસ્સા સાથે પાવર1 અલ્ટીમેન્ટ રેન્જ તૈયાર કરવામા આવી છે. સવારીમાં રોમાચ માણવા માગતા બાઇકર્સ માટે ખાસ કરીને ડિઝાઇન કરાયેલ કેસ્ટ્રોલ પરિવારનો નવો સભ્ય ઉત્તમ પર્ફોમન્સ ડિલીવર કરવા માટે પ્રતિબદ્ધ છે આમ આ રીતે અમારા ગ્રાહકો માટે આવતીકાલને વધુ મોટી બનાવવાના અમારા સ્વપ્નને આગળ ધપાવીએ છીએ.

કેસ્ટ્રોલ પાવર1 અલ્ટીમેટની ટીવીસીની કલ્પના અને વિકાસ ક્રિયેટીવ એજન્સી ઓજિલ્વી, ભારત દ્વારા કરવામાં આવી છે જે ‘આશ્ચર્ય આપતા પર્ફોમન્સ’ની ક્ષમતા પર ભાર મુકે છે. ૫ ઇન ફોર્મ્યુલા સાથે સંપૂર્ણ સિંથેટિક ટેકનોલોજીથી બનાવવામાં આવેલા કેસ્ટ્રોલ પાવર1 અલ્ટીમેટ ખાસ કરીને એવા યૂઝર્સને સંતોષે છે જેઓ પોતાની બાઇક પાસેથી પર્ફોમન્સની ઇચ્છા રાખતા હોય છે, તેમના અનુભવને સારામાથી અશ્ચર્યકારક મહાન અનુભવમાં ફેરવશે.

સંદેશાવ્યવહારમાં નવા દ્રષ્ટિકોણ વિશે બોલતા ઓજિલ્વીના ચિફ ક્રિયેટીવ ઓફિસર સુકેશ નાયકનું કહેવું છે કે ‘આજના યુવાનો માટે બાઇક ફક્ત વાહનવ્યવહારનુ એક સાધન નથી. તેઓ પ્રત્યેક સવારી ચાહે તે સપ્તાહના અંતની હોય કે દરરોજ ઓફિસે જવાની હોય તેમં આનંદ મેળવવા ઇચ્છે છે. અમારો આઇડીયા તેમને એ કહેવાનો છે કેએક વખત તેઓ કેસ્ટ્રોલ પાવર1 અલ્ટીમેટના પર્ફોમન્સનો અનુભવ કરશે તે પછી તેમની કોઇ અન્ય ચીજ આશ્ચર્ય આપશે નહી. પ્રત્યેક સવારી રોમાંચક સવારાં રૂપાંતરીત થશે’.

કેસ્ટ્રોલ પાવર1 અલ્ટીમેટ કેસ્ટ્રોલ બાઇક પોઇન્ટ્સ, ડીલરશિપ્સ અને વિવિધ વિસ્કોસાઇટ્સ જેમ કે 10W-40, 10W-50 15W-50 અને 20W-50માં ઉપલબ્ધ છે જે ખાસ કરીને બાઇક્સ અને સ્પોર્ટસ બાઇક માટે અને કેસ્ટ્રોલ પાવર1 અલ્ટીમેટ 5W-40 સ્કુટર્સ માટે બનાવવામાં આવ્યુ છે. ખાસ તૈયાર કરવામાં આવેલ રેન્જ નવો અને આગવા દેખાવ સાથે સ્કુટર ઓલના 800મિલી પેક માટે રૂ.૪૭૪ની આકર્ષક ગ્રાહક કિંમત પણ ધરાવે છે અને સંપૂર્ણ સિંથેટિક ટેકનોલોજી 10W40 બાઇક એન્જિન ઓઇલના ૧ લિના પેક માટેની કિંમત રૂ. ૫૯૪થી શરૂ થાય છે. ભારતભરમાં 1 ઓક્ટોબર ૨૦૨૦ના રોજ મહત્તમ છૂટક કિંમત રૂપિયામાં છે