દેશભરમાં કોરોના વાયરસનો કહેર છે તો બીજી તરફ તેની રસી શોધાય રહી છે અને બોલિવુડમાં રામ ગોપાલ વર્મા એક નવી સાઉથ ઇંડિયન ફિલ્મ કોરોના વાયરસ લઈને આવી રહ્યા છે આ ફિલ્મનું ટ્રેલર તેમણે પોતાના ટ્વીટર એકાઉન્ટથી શેર કર્યું છે.
ટ્રેલરમાં દર્શાવવામાં આવ્યુ છે કે કોરોના મહામારી વચ્ચે એક પરિવાર પહેલા તો ખુબ ખુશ હોય છે પરંતુ પરિવારમાં એક સદસ્યને કોરોના થઇ જાય છે બાદમાં આખા પરિવારનો માહોલ ખુબ બદલાઇ જાય છે. ઘરના દરેક સદસ્ય ખુબ ડરેલા દેખાય છે. જો ઘરમાં એક વ્યક્તિને કોરોના થઇ જાય છે તો બાકીના લોકોની હાલત કેવી થઇ જાય છે તે આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે.
ડાયરેક્ટર રામ ગોપાલ વર્માની આ ફિલ્મ આવતા અઠવાડિયે એટલે કે ૧૧ ડિસેમ્બરે રિલીઝ થવાની છે. મહત્વનું છે કે અમેરિકા બાદ ભારત બીજો એવો દેશ છે જેમાં કોરોના હજુ સુધી વધી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૩૬૬૦૪ નવા કેસ નોંધાયા છે. સમગ્ર દેશમાં કુલ કોરોના દર્દીઓની સંખ્યા ૯૪ લાખ ૯૯ હજાર ૪૧૪ થઇ ગઈ છે.