નવી દિલ્હી : સરકાર અને ખેડૂત નેતાઓ બેઠકનું કોઇ અનિર્ણિત રહી હતી. ખેડૂતો અને સરકારમાં કોઇ મુદ્દા અંગે સંમતી સાધી શકાઇ નહોતી. મળતી માહિતી અનુસાર સરકાર અને ખેડૂતો વચ્ચે આગામી બેઠક હવે ૩ ડિસેમ્બરે થવાની છે. ખેડૂતોનું આંદોલન યથાવત્ત છે.

ઉલ્લેખનીય છે કે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર, પીયૂષ ગોયલ અને સોમ પ્રકાશે ખેડૂત નેતાઓ સાથે વાતચીત કરી હતી. આ બેઠકમાં ૩૨ ખેડૂત સંગઠનનાં નેતાઓ જોડાયા હતા. આ બેઠક દરમિયાન કૃષીમંત્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું કે બેઠક સારી રહી અને અમે નિર્ણય કર્યો છે કે આગામી મંત્રણા ૩ ડિસેમ્બરે થશે. એક કમિટી બનાવવામાં આવે પરંતુ ખેડૂત નેતાઓ ઇચ્છે છે કે તમામ સાથે વાતચીત થાય અને અમને કોઇ સમસ્યા નથી.

ખેડૂત પ્રતિનિધિમંડલ સભ્ય ચંદાસિંહે કહેવું છે કે કૃષી કાયદાઓની વિરુદ્ધ અમારુ આંદોલન કાર્યરત રખાશે. અમે સરકાર સાથે નિશ્ચિત રીતે કંઇક લઇને જ પરત ફરીશું. તેઓ ઇચ્છે છે કે ગોળીઓ હોય અથવા તો સાંતિપુર્ણ સમાધાન. ચંદાસિંહે કહ્યું કે, અમે સરકાર સાથે વાતચીત માટે પરત આવીશું.

બીજી તરફ સિંધુ બોર્ડર પર ખેડૂત પ્રદર્શનકર્તાઓએ આપ નેતા આતિશી માર્લેના સાથે મુલાકાત યોજી હતી. તેમણે કહ્યું કે, MSP ની ગેરેન્ટીને અંગેનો કાયદો તો લાવવો જ પડશે. જે સરકાર વચન આપતી હતી કે અમે સ્વામીનાથક કમિટીની વાત માનીશું અને ડોઢગણુ MSP વધારીશું તેને કાયદો લાવીને હટાવી દીધો.

સરકાર તરફ સરકારનો પક્ષ રાખતા કેન્દ્રીયમંત્રી જનરલ વી.કે સિંહે કહ્યું કે જે વસ્તુ ખેડૂતોનાં હિતમાં છે તે કરવામાં આવી છે. સ્વામીનાથક પંચમાં માંગ કરવામાં આવી હતી કે ખેડૂતો પાસે પોતાનો પાક વેચવાની સ્વતંત્રતા હોવી જોઇએ તે કોઇ વસ્તુથી બંધાયેલી ન રહે.

સાંગવાન ખાપ પ્રધાન અને ચરખી દાદરીના અપક્ષ ધારાસભ્ય સોમબીર સાંગવાન કહ્યું કે હરિયાણાની તમામ ખાપ ખેડૂતો સાથે છે. તેમણે કહ્યું કે, મે કાલે સાંગવાન ખાપની બેઠક કરી અને અમે દિલ્હી કુચ કરી રહ્યા છીએ. મે સરકારને અપક્ષ ધારાસભ્ય હોવાનાં કારણે જે સમર્થન આપ્યું હતું તેને પરત લેવાની જાહેરાત પણ કરી છે પોતાનો નિર્ણય જણાવ્યો હતો.