સુરત: ગુજરાતની સરકારે અમદાવાદ સુરત રાજકોટ અને વડોદરાએ ચાર શહેરોમાં રાત્રી કર્ફ્યું લડી દીધો છે આ શહેરોમાં નાઈટ કર્ફ્યું દરમિયાન લગ્નસહીત કોઈ પણ પ્રકારના આયોજનો પર પણપ્રતિબંધ મૂકી દેવાયો છે આ તમામ નિર્ણયોનો આમલ આજે એટલે કે મંગળવારની મધ્ય રાત્રીથી કરવા પોલીશ તંત્રને આદેશ કરાયો છે.

દિવાળીના તહેવારો બાદ રાજ્યમાં કોવીડ ૧૯ ના કેસોમાં ઉછાળો નોંધાતા ગુજરાત સરકારે અમદાવાદમાં શુક્રવાર રાતથી સળંગ ૫૭ કલાક અને સુરત રાજકોટ વડોદરામાં શનિવારથી દરરોજ રાત્રે ૯ વાગ્યાથી ૬ વાગ્યા દરમિયાન રાત્રી કર્ફ્યું અમલમાં મુક્યો છે

રાજ્ય સરકારે સોમવારના રોજ એક નિર્ણય લઈને કોવીડ ૧૯ ના વાયરસના સંક્રમણમાં બ્રેક મુકવા માટે રાજ્યમાં નાઈટ કર્ફ્યું નથી એવા વિસ્તારોમાં સોમવારે લગ્ન સત્કાર સમારોહ જેવી અન્ય ઉજવણીઓમાંસ્થળની ક્ષમતાના ૫૦ ટકા થી ઓછા પરંતુ ૧૦ વ્યક્તિની મર્યાદામાં આયોજન કરવાના આદેશો બહાર પડયા હતા અંતિમ વિધિ, ધાર્મિક વિધિ ૫૦ વ્યક્તિઓની મર્યાદા રાખવામાં આવી છે

આ ઉપરાંત રાત્રી કર્ફ્યું છે એવા શહેરોમાં અને વિસ્તારોમાં લગ્ન સત્કાર  કે અન્ય સમારોહની ઉજવણીઓ પર પ્રતિબંધ મુકાયો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા સોમવારે સવારે અનેક રાજ્યોની સરકારોને સૂચનાઓ આપી હતી જેના આધારે મુખ્યમંત્રી નિવાસ સ્થાને સોમવારે સાંજે કોવીડ ૧૯ મહામારી સંદભે મળતી કોરગ્રૂપની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો હતો