સુરત: રાજ્યમાં સુરત સહીત ચાર શહેરોમાં રાત્રી કર્ફ્યુંને કારણે એસટી બસ સવારે ૭ થી રાત્રે ૮ સુધી જ દોડશે અન્ય શહેરોમાંમાંથી આવતી લાંબા અંતરની બસો કર્ફ્યું દરમિયાન શહેરમાં પ્રવેશ આપ્યા વગર બાયપાસ કરાવશે. પેસેન્જરોની સુવિધા માટે સુરત જીલ્લામાં મરોલી ચોકડી કડોદરા ચોકડી કામરેજ ચોકડી ઓલપાડ ચોકડી જેવા સ્ટેશનો પર જ ઉભી રાખવાની પરવાનગી આપવામાં આવી છે.
અમદાવાદમાં સનાથલ ચોકડી અસલાલી એક્સપ્રેસ હાઇવે રીંગરોડ હાથીજણ લાલ ગેબી સર્કલ અડાજણ ચોકડી અને કોબા સર્કલ ખાતે બસ ઉભી રહશે.એવી જ રીતે વડોદરામાં ડુમસ ચોકડી કપુરાય ચોકડી ગોલ્ડન ચોકડી જીએનએફસી છાણી જકાતનાકા તેમજ રાજકોટમાં ગોંડલ ચોકડી ગ્રીનલેન્ડ ચોકડી માધાપર ચોકડી ખાતે રાત્રી બસની સુવિધા ઉપલબ્ધ બની રહશે.
રાતે અમદાવાદથી આવતી જતી ૪૫૦ બસ વડોદરાથી આવતી જતી ૫૩૧ સુરતથી આવતી જતી ૩૯૫ બસો બંધ કરવામાં આવી છે આ સરકારના નિર્ણયથી પ્રજાને મુસાફરી દરમિયાન ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે અને આવનારો સમય સરકારે લીધેલા આ પગલાથી શું પરિણામ અને પ્રજાનો શું જનમત હશે એ નક્કી કરશે.