વલસાડ: કોરોનાની પરિસ્થિતિ કાબુ વહાર જાય તે પહેલાં કલેક્ટરે તિથલ સહિત જિલ્લાના તમામ પ્રવાસન સ્થળો શનિવારે સાંજથી સહેલાણીઓ માટે બંધ કરવાની જાહેરાત કરી હતી. આ અગાઉ કોરોનાના કારણે ૨૨ માર્ચ જનતા કરફ્યુ પહેલાથી તિથલ બીચ અને અન્ય પ્રવાસન સ્થળો બંધ કરાયાના ૬ માસ બાદ ૯ ઓક્ટોબરે જિલ્લા કલેક્ટરે પ્રવાસન સ્થળોને સહેલાણીઓ માટે ખુલ્લા મુક્યા હતા. પરંતુ ફરીથી કોરોનાની દહેશતને લઈને ૪૦ દિવસમાં જ ફરીથી તિથલ બીચ સહિત તમામ પ્રવાસન સ્થળો સહેલાણીઓ માટે બંધ કરવામાં આવ્યા છે. આ સાથે અહીં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

જીલ્લાના કોવિડ સ્કોડ દ્વારા તમામ પ્રવાસન સ્થળોની મુલાકાત લેતા તમામ સ્થળોએ સહેલાણીઓ દ્વારા કોવિડના નિયમોનો ભંગ કરતા જોવા મળ્યા હતા. જિલ્લાના લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અને જિલ્લામાં કોરોના સંક્રમણ ઘટાડવા વલસાડ જિલ્લા કલેક્ટર આર આર રાવલ દ્વારા શનિવારે મોડી સાંજે જિલ્લાના તમામ પ્રવાસન સ્થળોને સહેલાણીઓ માટે હાલ પૂરતા બંધ કરવાની જાહેરાત થઇ છે.

વલસાડના તિથલ બીચ ખાતે મુંબઇ, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિત દૂરદૂરથી તિથલ દરિયાની મઝા માણતા જોવા મળ્યા હતા. જેમાં મોટા ભાગના સહેલાણીઓ ફેસ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા કોવિડ-૧૯ની સ્કોડ ઝડપી પાડયા હતા. જિલ્લામાં કોરોના સંક્રમણ ઘટાડવા વહીવટી તંત્ર દ્વારા કડકાઈથી પાલન થશે

સ્થાનિક પ્રવાસન સ્થળોમાં તિથલ બીચ, મગોદ ડુંગરી દરિયા કિનારો, ઉમરગામ દરિયા કિનારો, નારગોલ બીચ, ધરમપુર વિલ્સન હિલ વગેરે સહેલાણીઓની ભીડ જોઈને કોરોના સંક્રમણથી લોકોને બચાવવા વહીવટી તંત્રનો નિર્ણય લીધો છે.