દેશના કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શનિવારે ૧૨માં ધોરણની પ્રેક્ટીકલ પરીક્ષા માટેની તારીખ જાહેર કરી દેવામાં આવી છે બોર્ડ પરીક્ષાના આયોજન લઈને SPOજાહેર કરી છે જેમાં ૧ જાન્યુઆરી ૮ જાન્યુઆરી સુધી પ્રેક્ટીકલ કરાવવાનું જણાવાયું છે જો કે આ તારીખ સંભવિત છે સાચી તારીખની જાહેરાત બાદમાં અલગથી કરવામાં આવી શકે છે.
શિક્ષણ બોર્ડે કહ્યું કે પ્રેક્ટીકલ પરીક્ષા માટે શાળાઓને અલગ અલગ તારીખો મોકલવામાં આવશે બોર્ડ તરફથી ઓબ્ઝર્વર પણ નિયુક્ત કરવામાં આવશે જે પ્રેક્ટીકલ પરીક્ષા અને પ્રોજેક્ટ મુલ્યાંકનની દેખરેખ કરશે.આ સિવાય ગત વર્ષોની જેમાં જ પ્રેક્ટીકલ પરીક્ષામાં ઇન્ટરનલ અને એક્સટર્નલ બંને એક્ઝામીનર હશે શાળાઓની જવાબદારી હશે કે CBSE બોર્ડ દ્વારા નિયુક્ત એક્સટર્નલ એક્ઝામીનર દ્વારા જ પ્રેક્ટીકલ પરીક્ષા લેવાશે.
બોર્ડે જણાવ્યું કે તમામ શાળાઓને એક એપ લિંક ઉપલબ્ધ કરાવશે જેના પર તેમણે પ્રેક્ટીકલ પરીક્ષા દરમિયાન દરમિયાન વિધાર્થીઓની દરેક બેંચનો ગ્રુપ ફોટો અપલોડ કરવાનો રહશે ગ્રુપ ફોટોમાં પ્રેક્ટીકલ આપનાર બેંચના તમામ વિધાર્થી એક્સટર્નલ એક્ઝામીનર અને ઓબ્ઝર્વર હશે ફોટોમાંતમામ ચેહરા સ્પષ્ટ દેખાવા જોઈએ.
હાલના સમયમાં કોરોનાના વધતા કહેર વચ્ચે પરીક્ષાઓ રદ્દ કરવાની માંગ ઉઠવા લાગી છે તેવામાં CBSEના સચિવ અનુરાગ ત્રિપાઠી શુક્રવારે કહ્યું હતું કે ૧૦ અને ૧૨માં ધોરણ માટે થનારી બોર્ડ પરીક્ષાઓ જરૂર યોજાશે અને તેમના માટે શેડયૂલ ટુંક સમયમાં જાહેર થવાની આશા દેખાય રહી છે.