પારડી: શનિવારે ૨૨૧મી જલારામ જયંતિ નિમિતે ગુજરાત અને દેશભરના જલારામના ભક્તો દ્વારા અગલ અલગ કાર્યો દ્વારા  સમાજને મદદરૂપ બની બાપાને એમના જન્મદિવસની ભેટ અર્પણ કરી હશે. વલસાડના પારડી તાલુકાના ડુમલાવ ગામના યુવાનો રક્તદાન શિબિરનું આયોજન કરી હાલમાં પ્રવર્તી રહેલી મહામારીમાં પોતાનું ઉચિત અને ઉપયોગી પોતાનું અમુલ્ય યોગદાન આપવાની કોશિશ કરી હતી.

કાર્યક્રમની શરૂવાત સવારે ૯:૦૦ વાગ્યે કરવામાં આવી હતી જેની ૨:૦૦ની આસપાસ પૂર્ણાહુતી થઇ આ કાર્યક્રમમાં મોટા પ્રમાણમાં મહિલાઓએ ભાગ હતો જે આકર્ષણનું કેન્દ્ર બિંદુ બન્યા હતા

આ કાર્યક્રમમાં પારડી તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર શ્રી નીરવભાઈ પટેલ સ્થાનિક PSI ગોહિલ સાહેબ લોકમંગલમ ટ્રસ્ટના સંયોજક નિલમભાઈ પટેલ આયોજક ચંદ્રકાંતભાઈ તાલુકાના યુવા મોરચાના ઉપપ્રમુખ મયંકભાઈ પટેલ જીગ્નેશભાઇ અને અન્ય યુવા રક્તદાતાઓ હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ જોઈએ તો સમાજમાં હાલમાં ચાલી રહેલી કોરોના મહામારીને નાથવા માટે વિવિધ જરૂરિયાતો ઉભી થઇ છે આમાંની એક તે રક્ત (લોહી) છે સમાજમાં રહેલા જરૂરિયાતમંદ લોકોને સરળતાથી રક્ત મળી રહે અને બાપાના સમાજને ઉપયોગી થવાની ભાવના અખંડ જળવાઈ રહે એવા શુભ આશયથી આ કાર્યક્રમનું આયોજન થયું હતું જેમાં સૌ યુવા મિત્રો તેમજ મહિલાઓ એ આગળ આવી ભાગ લીધો હતો અને સમાજમાં પોતાનું યોગદાન આપી સમાજને મદદરૂપ થવાની કોશિશ કરી હતી.

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન બનેલા તાલુકા વિકાસ અધિકારીએ પોતાના વક્તવ્ય દરમિયાન જણાવ્યું કે હાલના સમયમાં સમાજને મદદરૂપ બનવાના આવા રક્તદાન યજ્ઞમાં વધુમાં વધુ આગળ આવવું જ જોઈએ તેમણે આયોજકો અને હાજર રહેલા પીડીલીટે કંપનીના સ્ટાફનો પણ આભાર માન્યો હતો અને કાર્યક્રમને સફળ ગણાવ્યો હતો.