આજે નારકૉટિક્સ કંટ્રોલ બ્યૂરોએ કૉમેડિયન ભારતી સિંહને ધરપકડ કરી લીધી છે. વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે શનિવારે ભારતી સિંહ અને તેમના પતિ હર્ષના પ્રૉડક્શન હાઉસ અને ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. બંને જગ્યાએ નશાની સામગ્રી (ગાંજો) મળી આવ્યો હતો. તેની માત્રા લગભગ ૮૬.૫ ગ્રામ જણાવવામાં આવી છે.

NCBના અધિકારીઓ અનુસાર બંને પતિ-પત્નીએ સ્વીકાર કર્યો છે કે તેઓ ગાંજાનું સેવન કરે છે. મળતા અહેવાલો મુજબ વિભાગે ભારતી સિંહની ધરપકડ કરી છે, જ્યારે તેમના પતિ હર્ષની પૂછપરછ ચાલુ છે. મુંબઈમાં ડ્રગ્સના મામલામાં NCBએ સતત દરોડા પાડી રહી છે.

પૂછતાશ દરમિયાન મધુ પાલે જણાવ્યું, “કેટલાક દિવસો પહેલાં અભિનેતા અર્જૂન રામપાલના ઘરે NCBની ટીમે દરોડા પાડ્યા હતા. સુશાંતસિંહ રાજપૂતના કેસમાં ડ્રગ્સનો ઉલ્લેખ થયા બાદ NCBએ ઘણા ડ્રગ્સ પેડલર્સને પકડયા છે અને ધીરે-ધીરે ઘણાં નામો સામે આવી રહ્યા છે.”