આપણા ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીની પત્ની સાક્ષી ધોનીએ પોતાના ૩૨મા જન્મદિવસ પર અનેક રાઝ ખોલ્યા છે. સૌથી પહેલું રાઝ તો એ છે કે કેપ્ટન કુલના નામથી જાણીતા ધોનીને પણ ગુસ્સો આવે છે. સાથે તેણે જણાવ્યું કે ધોની પોતાનો ગુસ્સો ક્યાં ઉતારે છે. સાક્ષીએ આ બધી વાતો ચેન્નઈ સુપર કિંગ્સના સોશિયલ પેજ પર શેર કરી છે.
CSKએ સાક્ષીનો આ વીડિયો પોતાના ટ્વિટર પેજ પર શેર કર્યો છે. સાક્ષી વીડિયોમાં કહે છે તે એકમાત્ર એવી વ્યક્તિ છે, જે એમએસ ધોનીને પરેશાન કરી શકે છે. સાથે તે જણાવે છે કે તે બીજાનો ગુસ્સો મારા પર ઉતારી દે છે પરંતુ હું તેનાથી ઠીક છું. તેણે કહ્યું કે માહી લગભગ આમ એટલા માટે કરે છે કારણ કે હું તેની સૌથી વધુ નજીક છું. આ વીડિયોમાં તેણે જણાવ્યું કે ક્રિકેટ વિશે ક્યારેય ધોની સાથે અમારી વાત થતી નથી.
સાક્ષી પોતાની પુત્રી ઝિવાને લઈને કહ્યું તે પોતાના પિતાને છોડીને કોઈ અન્યની વાત સાંભળતી નથી. મારે તેને જમવા માટે ૧૦ વખત કહેવું પડે છે પરંતુ જ્યારે માહી કહે છે તો એકવારમાં ભોજન કરી લે છે. સાક્ષીએ પતિના લાંબા વાળની વાત કરતા કહ્યું કે તે સૌભાગ્યથી મેં નથી જોયા કારણ કે જો હું તેને જોતી તો ત્યારે તે તરફ નજર કરી નથી. આવા વાળ તો જોન અબ્રાહમ પર સારા લાગે છે.
CSKએ સાક્ષીનો આ વીડિયો પોતાના ટ્વિટર પેજ પર શેર કર્યો છે. સાક્ષીનું કહેવું છે કે તે એકમાત્ર એવી વ્યક્તિ છે જે એમએસ ધોનીને પરેશાન કરી શકે છે.
સામાન્ય રીતે ધોનીને દુનિયા કેપ્ટન કુલના નામથી જાણે છે કારણ કે તે મેદાન પર સૌથી ઓછો ગુસ્સો કરે છે પરંતુ સાક્ષીના આ ખુલાસા બાદ લાગે છે કે તે પણ ગુસ્સો કરે છે અને પોતાનો ગુસ્સો ક્યાં ઉતારે છે.