નવી દિલ્હી: દેશના પ્રધાનમંત્રીએ આજે ઉત્તર પ્રદેશના સોનભદ્ર અને મિર્ઝાપુર માટે ૨૩ ગ્રામીણ પાઈપ પેયજળ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો. પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો. સીએમ યોગી જનપદ સોનભદ્રથી આ આયોજનમાં સામેલ થયા. આશરે ૫૫૦૦ કરોડના ખર્ચે આ યોજનાઓથી લગભગ ૪૨ લાખની વસ્તીને પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ થશે. પીવાના પાણીની સમસ્યા ઝેલી રહેલા વિંધ્ય ક્ષેત્રના લોકોને આ પ્રોજેક્ટથી ઘણો ફાયદો મળશે.
આ પેયજળ પ્રોજેક્ટ્સને ૨ વર્ષમાં પૂરા કરવાનો લક્ષ્યાંક રખાયો છે. આ તમામ ગામમાં ગ્રામ જળ અને સ્વચ્છતા સમિતિઓ તથા જળ સમિતિઓની રચના કરવામાં આવી છે. જેનું સંચાલન અને દેખરેખની જવાબદારી તેમના ખભે છે.
જો આ પ્રોજેક્ટ સફળ થાય તો મિર્ઝાપુર અને સોનભદ્રમાં વર્ષોથી જે પીવાના ચોખ્ખા પાણીની સમસ્યા પ્રવર્તતી હતી તે સમાપ્ત થઇ જશે અને લોકોમાં ખુશીહાલી આવશે મોદી સરકારના જનતાને મદદરૂપ થવાના આ નિર્ણયને સ્થાનિક ક્ષેત્રમાં કેવો જનમત મળશે એ તો આવનારો સમય જ નક્કી કરશે

