રાજ્યમાં કોરોના વાયરસનો વિસ્ફોટ થતા આજે શનિવારે રેકોર્ડબ્રેક ૧૫૧૫ નવા પોઝિટિવ કેસ નોંધાયા બાદ રવિવારે પણ ૧૫૦૦ જેટલા નવા કેસ આવ્યા છે ગુજરાત રાજ્યમાં આજે રવિવારે છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૧૪૯૫ પોઝિટિવ કેસ નોંધાયા છે. જે એક દિવસમાં નોંધાયેલા રેકોર્ડબ્રેક છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા ૧,૯૭,૪૧૨ લાખ છે.
ઉલ્લેખનીય છે કે કોરોના સંક્રમણને રોકવા માટે અમદાવાદ બાદ આજથી રાજકોટ, વડોદરા અને સુરતમાં રાત્રી કરફ્યુ લાગુ કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. કર્ફ્યું વચ્ચે પણ અમદાવાદમાં કોરોના બેકાબૂ થઇ રહ્યો છે અને નવા દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. રવિવારે પૂરા થયેલા ૨૪ કલાકમાં અમદાવાદ શહેરમાં ૩૧૮ નવા કેસ નોંધાયા છે. તો અમદાવાદ જિલ્લામાં ૨૩ નવા કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં આજે રવિવારે કુલ ૩૪૧ નવા કોરોના કેસ નોંધાયાનો રીપોર્ટ છે.
આજે રવિવારે ગુજરાતમાં કોરોનાથી ૧૩ દર્દીઓના મોત થયા છે જેમાં સૌથી વધુ મોત અમદાવાદમાં નિપજ્યા છે. જેમાં અમદાવાદમાં ૮, સુરતમાં ૨, બનાસકાંઠામાં ૧, ભાવનગરમાં ૧, ગાંધનગરમાં ૧ દર્દીનું મૃત્યુ થયુ છે. આ સાથે સત્તાવાર રીતે ગુજરાતમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક ૩૮૫૯ પર પોહ્ચ્યો છે.
બીજી બાજુ આજે અમદાવાદમાં કૂલ ૩૭૦ દર્દીઓ કોરોના મુક્ત થયા છે. આ સાથે આજે ગુજરાતમાં કોરોના સંક્રમિત ૧૧૬૭ દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોના વાયરસથી મુક્ત થયેલા લોકોની સંખ્યા ૧,૭૯,૯૫૩ લાખે પહોંચી ગઇ છે. આ સાથે રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ વધીને ૯૧.૧૬ ટકા છે.
ગુજરાતમાં હાલ કોરોના સંક્રમિત એક્ટિવ કેસોની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા ફરી ૧૩ હજારને વટાવી ગઇ છે અને આજે ૧૩,૬૦૦ પહોંચી ગઇ છે, જેમાંથી હાલમાં ૯૩ દર્દીઓની સ્થિતિ ગંભીર હોવાના કારણે તેમને વેન્ટીલેટર પર છે.
ગુજરાતમાં કૂલ ૬૩,૭૩૯ ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો અત્યાર સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ ૭૨,૩૫,૧૮૪ લોકોનાં ટેસ્ટ કરવામા આવ્યા છે. રાજ્યનાં જુદા જુદા જિલ્લાઓમાં કુલ ૫,૦૨ ૬૮૫ લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જેમાંથી ૫,૦૨૫૭૩ને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. તો ૧૧૨ લોકોને ફેસીલીટી ક્વોરેન્ટીનમાં છે.