મહાત્મા ગાંધીના પ્રપોત્ર સતિષ ધુપેલીયાનું કોરોના વાયરસથી અવસાન થયાના સમાચાર મળી રહ્યા છે. પોતાના ૬૬માં જન્મદિવસનાં ત્રીજા દિવસે સતિષ ધુપેલીયાએ અંતિમ શ્વાસ લીધા હતાં. સતિષની બહેન ઉમા ધુપેલીયા-મેસ્થરીએ આ બાબતની પુષ્ટિ કરતા જાણકારી આપી કે સતીષ ભાઈનું કોરોનાનાં કારણે અવસાન થયું છે.
મળતી વિગતો પ્રમાણે સતિષ હોસ્પિટલમાં કોઈના સંપર્કમાં આવ્યા હતાં તેમની નિમોનીયાનાં કારણે એક મહિનાથી સારવાર ચાલી રહી હોવાની ખબર મળી હતી. ઉમાએ સોશિયલ મીડિયા પર પોસ્ટમાં લખ્યું કે, ‘મારા પ્યારા ભાઈ એક મહિના સુધી હોસ્પિટલમાં નિમોનીયાથી પીડાતા હતા બાદ કોરોનાથી સંક્રમિત થયા હતાં અને હવે તે અમારી વચ્ચે હાલમાં રહ્યાં નથી.’
સતીષ ધુપેલીયાની ઉમા સિવાય પણ કીર્તિ મેનન નામની એક બહેન છે. જે હાલમાં જોહાન્સબર્ગમાં રહે છે અને તેઓ ગાંધીની યાદમાં વિવિધ પરીયોજનાઓમાં સક્રિય રહેતા હોય છે. ત્રણ ભાઈ બહેન મણીલાલ ગાંધીના વંશજ છે. જેમને મહાત્મા ગાંધીએ પોતાના અધૂરા કાર્ય કરવા માટે દક્ષિણ આફ્રિકામાં છોડયા કહેવાય છે.
સતિષ ધુપેલીયા ઘણા વર્ષો મીડિયા સાથે સંકળાયેલા રહ્યા અને પોતાના જીવનનો વધુ સમયમાં વિશેષ રીતે તેઓએ વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી કરી હતી. ગાંધી વિકાસ ટ્રસ્ટનાં ડરબનની પાસે ફિનીક્સ સેટલમેન્ટમાં મહાત્મા દ્વારા શરુ કરવામાં આવેલા કામને આગળ ધપાવવા માટે તેઓને ખૂબ જ જહેમત ઉઠાવી મહેનત કરી હતી. તેઓ માટે કહેવાય છે કે ગાંધીના વિચારો તેમનામાં કાયમ જીવિત દેખાતા તેઓ હંમેશા જરૂરિયાતમંદોને ખુબ મદદ કરતા માટે જ તેઓની લોકપ્રિયતા શિખરની ટોચ પર હતી એમ કહેવામાં કશું ખોટું ન કહેવાય.