સુરત: સ્વસ્તિને આપણે અત્યાર સુધીમાં વિવિધ સ્વરૂપમાં જોયા છે પરંતુ સુરતની ૧૬ વર્ષીય હીર પારેખે જે સ્વસ્તિની રચના કરી છે તે ખરેખર અદ્ભુત છે સ્થાનિક ક્ષેત્રમાં જ નહિ પણ તેની પ્રશંસા દેશ-વિદેશમાં પણ થવા લાગી ગઈ છે હાલમાં ધોરણમાં ૧૦માં ભણતી હીર પારેખે પોતાના બંને હાથ અને પગ ૯૦ ડિગ્રી પર સ્ટ્રેચ કરી સ્વસ્તિકનો આકાર આપ્યો છે. આ ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ બન્યો છે.
ધોરણ ૧૦ની ૧૬ વર્ષીય વિદ્યાર્થીની હીર પારેખ એથ્લેટિક પણ છે. રાજ્ય સ્તરની પ્રતિયોગિતામાં તેણીએ એક સિલ્વર અને ગોલ્ડ મેડલ પણ મેળવ્યો છે. પરંતુ આજના આ એથ્લેટિક પોઝની સોશિયલ મીડિયામાં ખૂબ જ પ્રશંસા કરવામાં આવી રહી છે. હીર પારેખનું કહેવું છે કે પોતાના પિતા અને બેનને સ્વસ્તિકના ચિન્હની સોશિયલ મીડિયા પર તપાસ કરતા જોઈ તેને આ સ્વસ્તિક પોઝની કલ્પના તેણી કરી અને તેને અંજામ આપ્યો. હીર પારેખે પોતાના બંને હાથ અને પગને ૯૦ ડિગ્રીમાં મૂકી સ્વસ્તિક પોઝ રચના કરી દીધી હતી.
હીર પારેખે આ અંગે જણાવ્યું હતું કે, હાલ કોરોના કાળમાં લોકોમાં સર્જાયેલી નકારાત્મકતાને દૂર કરવા માટે આ ખાસ સ્વસ્તિ પોઝ બનાવ્યો છે. ટોપ એંગલથી જોવા પર સ્વસ્તિક સ્પષ્ટ રીતે જોવા મળે છે. પોતે એથ્લેટિક હોવાના કારણે સહેલાથી આ પોઝ બનાવી લીધો. તેણે વધુમાં કહ્યું કે તે ક્યારે પણ સોશિયલ મીડિયા પર પોતાની તસવીર અપલોડ કરતી નથી પરંતુ સ્વસ્તિકની તસવીર પ્રથમવાર અપલોડ કરી છે તે આ તસવીરના માધ્યમથી લોકોને સકારાત્મક સંદેશ આપવા માંગે છે. હીરના આ સ્વસ્તિક પોઝ દેશના અનેક રાજ્યો સહિત વિદેશોમાં વાયરલ થઈ રહ્યો છે.