પેટ્રોલિયમ કંપનીઓએ આવનારા દિવસોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં હજુ વધારો કરી શકે છે. આજે ડીઝલના ભાવમાં 17થી ૧૯ પૈસાનો વધારો થયો છે, જ્યારે પેટ્રોલના ભાવમાં મહત્તમ ૭ પૈસાનો વધારો થયો છે. દેશનાં ઘણાં શહેરોમાં આ વધારા સાથે પેટ્રોલની કિંમત ૯૦ની પાર પહોંચી ગઈ છે.

ગુજરાતમાં છેલ્લા ચાર દિવસ દરમિયાન લિટરદીઠ પેટ્રોલના ભાવમાં ૫૦ પૈસા અને ડીઝલમાં ૯૦ પૈસા જેવો વધારો થયો છે. મહારાષ્ટ્રના પરભણીમાં પેટ્રોલ રૂ. ૯૦.૬૩ પ્રતિ લિટર પર પહોંચી ગયું છે. જ્યારે જયપુરમાં ડીઝલ ૮૦ રૂપિયા થઇ ગયું છે. આ પહેલાં રવિવારે પેટ્રોલના ભાવમાં ૮ પૈસા અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ૧૯ પૈસાનો વધારો કરવામાં આવ્યો.

ભાવવધારા બાદ પેટ્રોલનો એક લિટરનો ભાવ રૂ. ૭૮.૯૭ થયો છે. પેટ્રોલ પંપ એસોસિએશનના જણાવ્યા મુજબ, ભાવવધારો ચાલુ રહેશે તો આવતા બે-ચાર દિવસમાં પેટ્રોલનો દર ગુજરાતમાં પણ રૂ. ૯૦ પ્રતિ લિટર થઇ જશે. આજે સોમવારે ડીઝલનો રેટ રૂ. ૭૬.૬૭ પ્રતિ લિટર પર પહોંચ્યો છે.

દેશનાં મુખ્ય શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા વિષે વાત કરીએ તો અમદાવાદમાં ૭૮.૯૭ રૂપિયા લિટર પેટ્રોલ, ૭૬.૬૭ રૂપિયા લિટર ડીઝલ, દિલ્હીમાં ૮૮.૨૩ રૂપિયા લિટર પેટ્રોલ, ૭૧.૨૩ રૂપિયા લિટર ડીઝલ, મુંબઈમાં ૮૪.૫૯ રૂપિયા લિટર પેટ્રોલ ૭૭.૭૩ રૂપિયા લિટર ડીઝલ, ચેન્નઈમાં ૮૯.૨૪ રૂપિયા લિટર પેટ્રોલ, ૭૬.૭૨ રૂપિયા લિટર ડીઝલ, ઇન્દોર ૮૯.૨૧ રૂપિયા લિટર પેટ્રોલ, ૭૮.૯૧ રૂપિયા લિટર ડીઝલ, ભોપાલમાં ૮૨.૦૦ રૂપિયા લિટર પેટ્રોલ, ૭૮.૮૬ રૂપિયા લિટર ડીઝલ, નોઇડામાં ૮૪.૧૫ રૂપિયા લિટર પેટ્રોલ, ૭૧.૭૩ રૂપિયા લિટર ડીઝલ, જયપુરમાં ૮૮.૭૩ રૂપિયા લિટર પેટ્રોલ, ૮૦.૧૩ રૂપિયા લિટર ડીઝલ, પટનામાં ૮૪.૧૫ રૂપિયા લિટર પેટ્રોલ, ૭૬.૮૦ રૂપિયા લિટર ડીઝલ ભાવ નોંધાયો છે.

ઉલ્લેખનીય છે કે ઓઇલ કંપનીઓએ શુક્રવાર ૨૦ નવેમ્બરથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો શરૂ કરી દીધો છે. આ ૪ દિવસમાં પેટ્રોલ ૪૭ પૈસા અને ડીઝલ ૮૦ પૈસા પ્રતિ લીટર મોંઘું થઈ ગયું છે. ૨૨ નવેમ્બરથી પેટ્રોલના ભાવ સ્થિર હતા, જ્યારે ડીઝલના ભાવ ૨ ઓક્ટોબરથી યથાવત રાખવામાં આવ્યો હતો.