વલસાડ: ધરમપુરમાં આવેલા કાળારામજી મંદિરની એક ઘટના સામે આવી છે મળતી માહિતી મુજબ વર્ષોથી પૂજા અર્ચના કરતા પુજારી હાલમાં અનશન પર બેઠા છે. ધરમપુરના શ્રી કાળા રામજી મંદિર ટ્રસ્ટના રૂમો એક સંસ્થાને જાળવણી માટે અપાયા હોવાના તંત્રના નિર્ણય સામે મંદિરના પૂજારી છેલ્લા ત્રણ દિવસથી મંદિરની બહાર આમરણાંત ઉપવાસ પર બેસી ગયા છે.

પુજારીના જણાવ્યા અનુસાર ઉપવાસ સ્થળે લગાવેલા બેનરમાં નિર્ણય રદ નહીં થાય ત્યાં સુધી તા. ૧૭ નવેમ્બરથી હું શ્રી કાળા રામજી મંદિરનો પૂજારી જયદીપભાઈ દવે આમરણાંત ઉપવાસ પર બેઠો છુ એવું પૂજારીનું કહેવું છે.

વલસાડ જીલ્લાના ધરમપુર તાલુકાના બજાર વિસ્તારમાં આવેલા શ્રી કાળા રામજી મંદિર ટ્રસ્ટ મિલકતના ખાલી બે રૂમો મળતી માહિતી મુજબ કેટલીક શરતોને આધીન એક સંસ્થાને જાળવણી માટે માંગણી બાદ આપવામાં આવ્યા છે. આ બાબતનો મંદિરમાં પૂજારીની કામગીરી કરતા જયદીપભાઈ દવે શ્રી કાળા રામજી મંદિરની બાજુમાં આવેલા મંદિર ટ્રસ્ટની આ રૂમો એક સંસ્થાને અપાતા તેના વિરોધમાં આમરણાંત ઉપવાસ બેસી ગયા છે.