દક્ષિણ ગુજરાત: સુરત, વડોદરા અને રાજકોટમાં પણ આજ સાંજ સુધીમાં કર્ફ્યુને લઈને નિર્ણય લેવાઈ શકે છે. બંને શહેરના મ્યુનિસિપલ કમિશનરે આ બાબતે મીડિયામાં નિવેદન આપ્યા હતા. દિવાળી બાદ રાજ્યમાં કોરોના વાઈરસના કેસો વધવાથી લોકોમાં લૉકડાઉન આવશે એવો ભય ફેલાયો હતો. હાલમાં અમદાવાદમાં જાહેર કરયેલા રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ બાદ લોકોમાં હવે લૉકડાઉન આવશે એવી ચર્ચાઓએ જોર પકડયું છે.

મુખ્યપ્રધાન રૂપાણીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં લૉકડાઉન લગાવવાનું કોઈ પ્લાનિંગ નથી. આ માત્ર એક અફવા છે. તેમણે અમદાવાદમાં લગાવવામાં આવેલા કર્ફ્યુ અંગે પણ કહ્યું હતું કે કોરોનાના કેસોમાં મોટો વધારો થતાં શહેરમાં તકેદારીના ભાગરૂપે કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે.

આ દરમિયાન માત્ર દૂધ અને દવા તથા આવશ્યક ચીજવસ્તુ જ મળશે બાકી તમામ બંધ રહેશે. અગાઉ અધિક મુખ્ય સચિવ રાજીવકુમાર ગુપ્તાએ સાંજે ૫:૩૦ વાગ્યે રાત્રિ કર્ફ્યૂની જાહેરાત કરી હતી આ ઉપરાંત શનિ-રવિ દરમિયાન સંપૂર્ણપણે વાહનવ્યવહાર પણ બંધ રહેશે. કદાચ ગુજરાતમાં સુરત, વડોદરા અને રાજકોટમાં વધી રહેલા કોરોના કેસને ડામવા માટે આ જિલ્લાઓમાં પણ સરકાર સાંજ સુધીમાં કર્ફ્યૂની જાહેરાત કરી શકે છે.